GSTV
Gujarat Government Advertisement

IPL 2020: ધોની-વિરાટના ક્લબમાં પોલાર્ડની એન્ટ્રી, બન્યો 150 મેચ રમનાર પહેલો વિદેશી ખેલાડી

પોલાર્ડ

Last Updated on September 24, 2020 by

મૂળ વેસ્ટ ઇન્ડિઝના કેઇરોન પોલાર્ડે બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ રમી તે તેની આઇપીએલની કારકિર્દીની 150મી મેચ હતી. એક જ ટીમ માટે 150 મેચ રમવી તે પણ મોટી સિદ્ધિ લેખાશે. આ ઉપરાંત પોલાર્ડ 150 મેચ રમનારો માત્ર બીજો વિદેશી ક્રિકેટર બન્યો છે. અગાઉ સાઉથ આફ્રિકાનો એબી ડી વિલિયર્સ આઇપીએલમાં 154 મેચ રમી ચૂક્યો છે.

150થી વધુ મેચ રમનાર માત્ર આ બે ખેલાડી

આઇપીએલમાં પોલાર્ડે 2010ની 17મી માર્ચે તેની પહેલી મેચ રમી હતી અને દસ વર્ષના ગાળામાં તે એકમાત્ર મુંબઈ માટે જ રમ્યો છે. ડી વિલિયર્સ એક કરતાં વઘારે ટીમ માટે રમ્યો છે. આઇપીએલમાં 150થી વધુ મેચ રમ્યા હોય તેવા 14 ક્રિકેટરમાંથી માત્ર પોલાર્ડ અને વિરાટ કોહલી (બેંગલોર માટે 178 મેચ) જ એવા ખેલાડી છે જેમણે ક્યારેય ટીમ બદલી નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સનો સુરેશ રૈના 193 મેચ સાથે સૌથી વધુ મેચ રમ્યો છે જ્યારે મહેન્દ્રસિંહ ધોની હાલમાં 192 મેચ રમ્યો છે. આમ તે તેની આગામી મેચ રમશે ત્યારે રૈનાના રેકોર્ડની બરાબરી કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જુલાઈમાં બેંકનું કામકાજ હોય તો જલદી કરી લેજોઃ આટલા દિવસ બેંક રહેશે બંધ, RBI દ્વારા અપાયેલ ઓફિશિયલ રજાઓનું આ છે લીસ્ટ

Harshad Patel

દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી થઈ ગઈ જાહેર, ટોપ 10માં ભારત કે અમેરિકાનું એક પણ શહેર નહીં

Pravin Makwana

ફફડાટ/ બાળકો માટે કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ, જાણો શું કહે છે નિષ્ણાતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!