GSTV
Gujarat Government Advertisement

કોરોનાની ઇફેક્ટ હવે સ્પોર્ટ જગત પર, મુંબઈ ઇન્ડિયન્સના આ સ્ટાર ક્રિકેટરનો કોન્ટ્રાક્ટ થયો રદ

Last Updated on May 22, 2020 by Ankita Trada

કોરોના વાયરસની અસર ધીમે ધીમે ક્રિકેટરો પર પણ પડી રહી છે. આઇપીએલની મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા કેરેબિયન ઓલરાઉન્ડર કેઇરોન પોલાર્ડનો કાઉન્ટી કરાર રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાની ઝડપી બોલર ફહી અશરફનો કરાર પણ રદ થઈ ગયો છે. ઇંગ્લેન્ડની કાઉન્ટી નોર્ધેમ્પટનશાયર આ બંને ક્રિકેટરના કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યા છે.

બંને ખેલાડીઓ સાથે સમજૂતી કરીને આ નિર્ણય લીધો

આમ બંનેને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. કાઉન્ટી ક્રિકેટ ક્લબે બંને ખેલાડીઓ સાથે સમજૂતી કરીને આ નિર્ણય લીધો છે. 2020ની સિઝન માટે આ બંને ખેલાડી નોર્ધેમ્પ્ટનશાયર કાઉન્ટી માટે વિદેશી ખેલાડી તરીકે રમવાના હતા. કોરોના વાયરસને પગલે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની સાથે સાથે વિવિધ કાઉન્ટી ક્રિકેટ ક્લબે પણ આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

હું બંને ખેલાડીનો આભાર માનું છું

કાઉન્ટીના મુખ્ય કોચ ડેવિડ રિપ્લેએ જણાવ્યું હતું કે બંને ખેલાડીઓ પ્રતિભાશાળી છે પરંતુ અમારે આ નિર્ણય લેવો પડ્યો છે તે નિરાશાજનક બાબત છે. આ નિર્ણય સાથે સહમત થવા બદલ હું બંને ખેલાડીનો આભાર માનું છું. ભવિષ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થાય અને કાઉન્ટી ક્લબ સદ્ધર બને ત્યાર બાદ બંનેને ટીમમાં પરત લેવાના પ્રયાસો કરાશે. જોકે તેમાં જો અને તો રહેલા છે કેમ કે અમારી પાસે સિઝન ક્યારે શરૂ થશે તેની કોઈ જાણકારી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!