GSTV
Gujarat Government Advertisement

કેઇરોન પોલાર્ડે ઝંઝાવાત સર્જયો પણ વેસ્ટ ઇન્ડિઝનો પરાજય થયો

Last Updated on November 27, 2020 by Ankita Trada

કેરેબિયન ઓલરાઉન્ડર કેઇરોન પોલાર્ડે આઇપીએલનું તેનું ફોર્મ જાળવી રાખતાં શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે આક્રમક બેટિંગ કરી હતી, પરંતુ તેમ છતાં તે પોતાની ટીમને પરાજિત થતાં રોકી શકયો ન હતો. અહીં રમાયેલી પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ન્યૂઝીલેન્ડનો ડકવર્થ એન્ડ લૂઇસની સિસ્ટમને આધારે પાંચ વિકેટથી વિજય થયો હતો. વરસાદને કારણે મેચ 20ને બદલે 16 ઓવરની કરી નખાઈ હતી જેમાં વેસ્ટ ઇન્ડિઝે પહેલા બેટિંગ કરીને 16 ઓવરમાં સાત વિકેટે 180 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો.

31 રન ફટકારીને અણનમ રહ્યો

જોકે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 179 રન કરવાના હતા જે તેણે 15.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને કરી નાખ્યા હતા.
ન્યૂઝીલેન્ડ માટે જીમી નીશમે શાનદાર બેટિંગ કરીને 24 બોલમાં અણનમ 48 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો તો ડેવોન કોનવેએ 29 બોલમાં 41 રન ફટકાર્યા હતા. મિચેલ સેન્ટનર માત્ર 18 બોલમાં ત્રણ સિક્સર સાથે 31 રન ફટકારીને અણનમ રહ્યો હતો.

આઠ સિક્સર અને ચાર ચોગ્ગા સાથે 75 રન ફટકાર્યા

જોકે આ મેચનું આકર્ષણ કેઇરોન પોલાર્ડની ઝંઝાવાતી બેટિંગ રહી હતી. તેણે ફક્ત 37 બોલ રમીને 75 રન ફટકાર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝે 5.1 ઓવરમાં 59 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી ત્યાર બાદ પોલાર્ડે આવીને આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે આઠ સિક્સર અને ચાર ચોગ્ગા સાથે 75 રન ફટકાર્યા હતા. ઓપનર આન્દ્રે ફ્લેચરે 14 બોલમાં 34 અને ફેબિયન એલને 30 રન ફટકાર્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો?

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!