GSTV

આ રીતે બનાવો બાળકોના ફેવરિટ મેન્ગો મફિન્સ

કેરીની સીઝન ચાલી રહી છે અને દરેકને કેરી પસંદ હોય છે. કેરીની એક વસ્તુ જ નહીં ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. તેમાંથી એક વસ્તુ છે જે બાળકોને બહુ જ ભાવે અને તે છે મફિન્સ.
વ્યક્તિ- 2-4
સમય- 30 મિનિટથી એક કલાક
સામગ્રી
1 કપ મેંદો
1/2 કપ કન્ડેસ્ડ મિલ્ક
નાની અડધી વાડકી બૂરું ખાંડ
1 કપ કેરીની છીણ
1/2 નાની વાડકી બેરીઝ
1/2 નાની ચમચી ઈલાયચી પાઉડર
1/2 કપ દૂધ
નાની અડધી વાડકી માખણ
ચપટી મીઠું
ચપટી બેકિંગ સોડા
1 નાની ચમચી બેકિંગ પાઉડર
સજાવટ માટે
એક નાની ચમચી મેંગો સ્લાઈસ


રીત

  • સૌથી પહેલા એક બાઉલમાં મેંદો લો, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર મિલાવી એક સાથે મિક્સ કરી લો.
    -હવે એક બીજા બાઉલમાં કન્ડેસ્ડ મિલ્ક, માખણ, બેરિઝ અને કેરીની છીણ મિક્સ કરી સારી રીતે ફેટ કરી લો.
    -મીઠું, બુરું ખાંડ અને ઈલાયચી પાઉડર મિક્સ કરો.
    -કેરીની છીણ વાળા બાઉલમાં પણ મેંદો મિક્સ કરી ફેટી લો.
    -હવે ઓવનને 180 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પ્રી-હિટ કરો.
    -હવે મફિન મોલ્ડ્સમાં મફિનનું મિશ્રણ નાખો.
    -ઓવન ગરમ થાય એટલે 20 મિનિટ માટે 180 ડિગ્રી સેન્ટિગ્રેડ પર બેક કરો.
    -તૈયાર છે મેંગો મફિન્સ. ઉપર મેંગો સ્લાઈઝથી સજાવો.

Read Also

Related posts

VIDEO: આ શું દા’ડા આવ્યા રાખી સાવંતના, ઘરમાં વાસણ, કચરા પોતા કરતી દેખાઈ, સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો

Pravin Makwana

સાવધાન: બોટલથી બાળકને દૂધ પિવડાવવું કેટલુ છે યોગ્ય, જો તમે પણ આવુ કરતા હોવ તો ચેતી જજો, આવા છે જોખમ

Pravin Makwana

મહત્વની જાહેરાત/ રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિ. સંલગ્ન કોલેજોના પ્રાધ્યાપકોને થશે મોટો ફાયદો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!