GSTV
Home » News » એક જ નામ અને ઉંમરના બે દર્દીઓ હતા, ડૉક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કર્યું એવું કે…

એક જ નામ અને ઉંમરના બે દર્દીઓ હતા, ડૉક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં કર્યું એવું કે…

અમેરિકાનાં ન્યૂજર્સીમાં એક અત્યંતગંભીરઅને હેરાન કરવાવાળો મામલો સામે આવ્યો છે. શહેરની એક હોસ્પિટલમાં એક નામ અને એક ઉંમર વાળા બે દર્દીઓ દાખલ થયા હતા. ડોક્ટરોએ એવી ગંભીર ભૂલ કરી હતી કે બન્નેની કિડની એકબીજા સાથે બદલાઈ ગઈ અને એટલું જ નહી ડોક્ટરોએ ચેક કર્યા વગર ઓપરેશન પણ કરી નાખ્યું હતું.

જોકે હોસ્પિટલ પ્રસાશને આ ભૂલનાં કારણે માફી પણ માંગવી પડી હતી. હોસ્પિટલનું કહેવાનું છે કે બન્ને દર્દીઓનાં એક જ નામ અને એક સરખી ઉંમર હોવાને કારણે મોટી ભૂલ થઈ ગઈ હતી. ત્યાર બાદ 24 નવેમ્બરે હોસ્પિટલે પોતાની ભૂલ સુધારતાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કર્યુ હતું.

હોસ્પિટલે એક નિવેદન આપ્યું કે હાલમાં બન્ને દર્દીઓની હાલત સ્થિર છે. અને તેમની ઓપરેશન પછી તબિયતમાં સુધારો થયો છે. સાથે સાથે હોસ્પિટલે બન્નેનું નામનો પણ ઉલ્લેખ નથી કર્યો . હોસ્પિટલનાં કાર્યકારી ઉપાધ્યક્ષ ડોક્ટર રેગિનાલ્ડ બ્લેબરનાં જણાવ્યા અનુસાર તેમણે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમારી 40 વર્ષ જુની પ્રતિષ્ઠિત ટ્રાન્સપ્લાંન્ટ પ્રોગ્રામમાં આ એક અભૂતપૂર્વ ઘટના છે. સુરક્ષ અને પ્રક્રિયા માટે પ્રતિબ્દ્ધ સંસ્થાન હોવાને કારણે અમે તુંરતજ પગલા ઉઠાવ્યાં જેથી કરીને ભવિષ્યમાં આવી ભૂલ ફરીથી ના થાય.

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય

Nilesh Jethva

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!