કોરોના મહામારીમાં રાજ્યમાં આરોગ્ય સેવાઓને લઈ લોકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. યુ.એન.મહેતા હોસ્પિટલ બાદ હવે ટૂંક સમયમાં અદ્યતન કિડની હોસ્પિટલ અને યુનિવર્સિટીની મોટી ભેટ ગુજરાતને મળવા જઈ રહી છે. ત્યારે ટૂંક સમયમાં ગુજરાતની આરોગ્ય સેવાઓમાં નવી યશકલગી ઉમેરાશે.
કિડની યુનિવર્સિટી પણ તૈયાર
દેશની પ્રથમ અત્યાધુનિક કાર્ડિયાક યુ.એન.મહેતા હોસ્પિટલનું પી.એમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણથી ગુજરાતની આરોગ્ય સેવામાં ચોક્કસપણે યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયુ છે. યુ.એન.મહેતા હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમ ઉપસ્થિત રહેલા ડે.સીએમ નિતિન પટેલે નવી કિડની હોસ્પિટલ અંગે માહિતી આપતા જણાવ્યુ કે નવી કિડની હોસ્પિટલનું તેમજ કિડની યુનિવર્સિટી પણ તૈયાર કરાઇ રહી છે. જે આગામી ત્રણ થી ચાર મહિના બાદ તૈયાર થઇ જશે.

કિડની હોસ્પિટલની પણ ભેટ ટૂંક સમયમાં ગુજરાતને મળશે
આ કિડની હોસ્પિટલમાં કિડનીને લગતી તમામ અદ્યતન સારવાર અને સુવિધા મળશે. તેમજ કિડની યુનિવર્સીટીથી મેડિકલનો અભ્યાસ કરવા માંગતા વિધાર્થીઓને ફાયદો થશે. મહત્વનું છેકે રાજ્ય સરકારે 2 હજાર કરોડ રૂપિયા અલગ અલગ હોસ્પિટલમાં નવા મેડિકલ સાધનો માટે ખર્ચયા છે. મેડિકલ તેમજ નર્સિગ સ્ટુડન્ટ તૈયાર થઈ રહ્યા છે. ત્યારે હવે યુ.એન.મહેતા હોસ્પિટલ બાદ કિડની હોસ્પિટલની પણ ભેટ ટૂંક સમયમાં ગુજરાતને મળશે.
READ ALSO
- બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત
- રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ
- સગીર સ્ટુડન્ટે ટ્યૂશન ટીચરનું જીવવું કર્યું હરામ, પોર્ન સાઈટ પર બનાવી દીધી તેમની પ્રોફાઈલ
- અમદાવાદ/ ઉત્તરાયણમાં હરખઘેલા બનેલા યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી
- સાબરકાંઠા/ દંત્રાલ ગ્રામપંચાયતમાં ડખો, બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ખડકી દીધો