જરૂરિયાત સમયે મદદ કરવા માટે એક ફ્રેન્ડથી વધારે કોણ હોઇ શકે અને ખાસ કરીને જ્યારે તમે ભૂખ્યાં હોવ ત્યારે.. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાળક ભૂખ્યુ છે અને ફ્રિજ પાસે જાય છે, પરંતુ તેની હાઇટ નાની હોવાથી તે ફ્રિજ ખોલી નથી શકતુ. એવામાં પોતાના ફ્રેન્ડની મદદ કરવા માટે તેનું ડૉગ તેની પાસે આવે છે અને બંને એકબીજાની મદદથી કરીને ફ્રિજમાંથી કઇ રીતે વસ્તુ નીકાળે છે તે જોઇને તમને પણ આશ્ચર્ય થશે.
વીડિયોની શરૂઆતમાં બાળક ફ્રિજ ખોલવા માટે ખૂબ જ ટ્રાય કરી રહ્યો છે. ત્યારબાદ તેના ડૉગ પર ચડીને તે ફ્રિજ ખોલીને તેમાંથી વસ્તુઓ લઇ લે છે. આ બાળક અને ડૉગની વચ્ચે ગજબનું તાલમેલ જોવા મળી રહ્યુ છે.