GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

‘ક્યારા’ વાવાઝોડુ હવે ‘સુપર સાયક્લોનની’ કેટેગરીમાં, હવામાન વિભાગે કરી આ આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત કયાર શક્તિશાળી બન્યું છે. હવામાન વિભાગે તેને સુપર સાયકલોનની કેટેગરીમાં મુક્યું છે. તેની સ્પીડ વધીને 280થી 290 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જશે. જો કે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ રહ્યું છે. જેથી ગુજરાત ઉપર હાલ કોઇ જોખમ વર્તાઇ રહ્યું નથી. પરંતુ આ વાવાઝોડાની અસર હેઠળ આગામી બેથી ત્રણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક સ્થળે માવઠુ પડી શકે છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધી શકે છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયાથી દૂર રહેવાની ચેતવણી અપાઇ છે.

ગુજરાતના દરિયા કિનારા પર શું થશે અસર ?

પૂર્વ મધ્ય અરેબિયન સમુદ્ર પર સર્જાયેલું ‘ક્યાર’ વાવાઝોડું હવે આવતીકાલે તીવ્ર ચક્રાવાતમાં ફેરવાશે. જેના પગલે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારામાં ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદિની પણ શક્યતા છે. હજુ ઘણા અંતરે હોવા છતાં આ ચક્રવાતી વાવાઝોડાની અતિ તીવ્ર ગતિના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના હવામાનમાં પલટો આવ્યો છે. 

હવામાન વિભાગે કહ્યું કે…

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘પૂર્વમધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલો અતિ તીવ્ર ચક્રવાત ક્યાર શનિવારે બપોરે ૨:૩૦થી પ્રતિ ૬ કલાકે ૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ ધપી રહ્યું છે. તે મહારાષ્ટ્રના પશ્ચિમદક્ષિણપશ્ચિમ રત્નાગીરીથી ૪૨૫ કિલોમીટર, મુંબઇના દક્ષિણપશ્ચિમથી ૧૬૭૦ કિલોમીટરના અંતરે છે. આગામી પાંચ દિવસમાં તે ઓમાન તરફ જાય તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે એલર્ટ

આ ઉપરાંત આગામી ૧૨ કલાકમાં તે તીવ્ર ચક્રવાતમાં ફેરવાશે. ”ક્યાર’ વાવાઝોડાને પગલે આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના દરિયા કિનારામાં ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી ચાર દિવસ દરમિયાન ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વલસાડ,નવસારી દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જુનાગઢમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજકોટમાં સવારથી જ આકાશ વાદળછાયું થઇ ગયું હતું.સૌરાષ્ટ્રમાં અન્ય કેટલાક સ્થળોએ તીવ્ર ગતિએ પવન પણ ફૂંકાયો હતો. આવતીકાલે દિવાળી છે ત્યારે હવામાન ધૂંધળું થઇ જતાં જનમાનસ પર પણ તેની અસર પડી છે. જોકે, આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જાય તેવી સંભાવના છે.  આજે તેની ગતિ વધીને કલાકના ૧૨ કિલોમીટર થઇ ગઇ હતી. 

દિવાળીના દિવસે વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી આંત્યતિક રૂપ લઇને એક્સ્ટ્રિમલી સિવીયર બનશે. આ પછી ૩૦ ઓક્ટોબર સુધી વેરી સિવીયર રહેવાની સંભાવના છે. જેના પગલે આવતીકાલે જ્યાં વાવાઝોડું છે તે અરબી સમુદ્રમાં ૧૭૦-૧૮૦ અને વધીને ૨૦૦ કિલોમીટર ઝડપે અતિ વિનાશકારી પવન ફૂંકાશે.સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દરિયામાં પણ ૪૦ થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. ગુજરાતના તમામ બંદરો પર દૂર રહેલા ખતરાને દર્શાવતું ડિસ્ટન્ટ વોર્નિંગ સિગ્નલ નંબર-૨ લગાવવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

ભાવનગર / પીએમ મોદી પાલીતાણામાં ભાજપની જનસભાને સંબોધન કરશે

Nakulsinh Gohil

દુ:ખદ / વડાપ્રધાન મોદીના સ્કૂલ શિક્ષક રાસબિહારીનું નિધન, પીએમએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ લખી

Hardik Hingu

તાપી / પહેલાં ભાજપ અને પછી AAPમાં ગયેલા પૂર્વ MLAના પત્ની સ્નેહલતા વસાવાની કોંગ્રેસમાં ઘરવાપસી

Nakulsinh Gohil
GSTV