GSTV
Rajkot Trending ગુજરાત

‘ક્યાર’ વાવાઝોડની અસરને પગલે જેતપૂર તાલુકાના ખેડૂતોનો પાક જમીનદોસ્ત થઈ ગયો

જેતપુર વિસ્તારમાં ચાલુ વર્ષે ખેડૂતોએ વાવણી કરી દિધાના 40 દિવસ બાદ બીજો વરસાદ પડતાં ખેડૂતોનો પાક માંડ સજીવન થયો હતો. જેથી ખેડૂતોને સારો વરસાદ થતાં સારા પાકની આશા બંધાણી હતી. જો કે સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેતરમાં મગફળીના કાઢેલા પાથરા પર કયોર વાવાઝોડાએ કહેર ફેલાવી દીધો છે.

ત્રણથી ચાર ઈંચ વરસાદ ખાબક્યો

જેતપુરના નવી સાંકળી, જેતલસર, સરધારપુર, ડેડરવા રૂપાવટી, બોરડી સમઢીયાળા વગેરે ગામોમાં ત્રણથી ચારે ઇંચ જેટલો વરસાદ ખાબકતા હતો. સૌરાષ્ટ્રમાં થોડી ઘણી જગ્યાએ હળવા ઝાપટા પડશે તેવી આગાહી કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો..ખેડૂતોએ દિવાળી પર ખેતરમાં મગફળીના પાકને કાઢીને જમીન પર પાથરા કરી નાખ્યા હતા.

શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતી

કુદરતને જાણે આ મંજુર ન હોય તેમ જેતપુર પંથકમાં ગતરોજ મુશળધાર વરસાદ વરસતા ખેડૂતોની આશા માથે પાણી ફરી વળ્યું. ખેડૂતો પોતાના ખેતરમાં કાઢેલા મગફળીના પાથરા વરસાદી પાણીમા ગરકાવ થતા ખેડૂતો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ચોમાસુ પાક નિષ્ફળ થઈ ગયો છે.હવે શિયાળુ પાક માટે પૈસા ક્યાંથી લાવવા તેની ચિંતામાં ખેડૂત ગરકાવ થઇ ગયો છે.

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમંત્ર પર ખેડૂતોએ આપ્યું નિવેદન

ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોના આદ્ય સ્થાપક એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જીવન મંત્ર ખેડૂતોને આગળ લાવવાનો હતો..પરંતુ વર્તમાન શાસકો તો માત્ર તાયફા કરવામાં જ માહેર હોય તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.. તેને બદલે તે રૂપિયા ખેડૂતોને સહાયરૂપે આપે આપે તો ખરા અર્થમાં સરદાર સાહેબની જ્યંતી ઉજવી કહેવાય

READ ALSO

Related posts

Mumbai : ટ્રોલી બેગમાંથી મળ્યું 50 કરોડનું હેરોઈન, ઈથોપિયાથી આવી રહેલા મહિલા અને પુરુષ એરપોર્ટ પર ઝડપાયા

GSTV Web Desk

બોલિવૂડ / અજય દેવગણની દ્રશ્યમ ટુનો બોક્સ ઓફિસ પર ધમાલ યથાવત, નવમાં દિવસે કલેક્શનમાં મોટો ઉછાળો

Hardik Hingu

વેડિંગ લોન / લગ્ન માટે પણ મળી શકે છે લોન, હોવા જોઈએ આ જરૂરી દસ્તાવેજ

Akib Chhipa
GSTV