GSTV
Jamnagar Trending ગુજરાત

ક્યાર વાવાઝોડાના કારણે જામનગરના ચાર તાલુકાઓમાં પડેલા વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન

ક્યાર વાવાઝોડાની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે. ક્યાર વાવાઝોડાના પગલે જામનગરમાં મંગળવારે ચાર તાલુકાઓમાં અડધાથી એક ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દિવાળીના તહેવારોના કારણે પાથરા કરીને રાખેલી મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. માવઠાને પગલે લાલપુર તાલુકાના ભણગોર ગામે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મગફળીના પાકના પથારા પર વરસાદ પડવાના કારણે ફુગી લાગી ગઈ છે અને બેથી ત્રણ દિવસમાં તે મગફળી સડી જાશે તેવું ખેડૂતો માની રહ્યાં છે.

કાલાવાડમાં પણ જોવા મળી અસર

કયાર વાવાઝોડાની અસર જામનગરના કાલાવડ પંથકમાં જોવા મળી. જેના પગલે બુધવારે રાત્રે અનરાધાર વરસાદ પડ્યો હતો. હવામાન ખાતા દ્વારા પાંચ દિવસ સુધી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, ત્યારે બુધવારે રાત્રે જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો કાલાવડ તાલુકાના ખરેડી ગામે બરફના કરા પડયા હતા. જેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

READ ALSO

Related posts

છુટી નથી રહી ચા પીવાની ટેવ, અપનાવો આ 3 સરળ રીત

Akib Chhipa

પ્રિન્સ હેરી માટે આ વાતથી ચિંતિત હતા એલિઝાબેથ II : બાયોગ્રાફીમાં દાવો

GSTV Web Desk

સાસરિયામાં ચાલે છે આ છોકરીઓનું રાજ, પરિવાર સાથે હળીમળીને રહેવાથી થાય છે પ્રશંસા

Kaushal Pancholi
GSTV