GSTV
Bollywood Entertainment Trending

કરો કંકુના / રાજસ્થાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્ન, લગ્ઝરી હોટલ- ગાડીઓ બુક

ઉત્તરાયણની ઉજવણી બાદ કમૂર્તા ઉતરતા દેશભરમાં લગ્નની મોસમ ખીલી ઉઠી છે જેમાં બોલિવૂડ પણ બાકાત નથી તાજેતરમાં જ ક્રિકેટર કેએલ રાહુલ અને જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટી સાથે સાત ફેરા ફરીને લગ્નના બંધનમાં બંધાયા હતા ત્યારે હવે બોલિવૂડમાં વધુ સ્ટાર અભિનેતાની ઘરે શરણાઈના સૂર ગુંજી ઉઠશે. છેલ્લા કેટલાય સમયથી શેરશાહ મૂવી બાદ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન કરશે તેવી ચર્ચા ચાલી રહી હતી હવે તે ઘડી આવી ગઈ છે.સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તારીખ, વેડિંગ વેન્ચુ અને ગેસ્ટ લિસ્ટ લગભગ તૈયાર છે. આ કપલના લગ્ન 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 ફેબ્રુઆરી સુધી ચાલશે.

રાજસ્થાનમાં લગ્ન થશે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કપલના લગ્નમાં લગભગ 100-125 મહેમાનો હાજરી આપશે. આ લિસ્ટમાં ઘણી સેલિબ્રિટીઝના નામ પણ છે. સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન માટે જેસલમેરનો લોકપ્રિય પેલેસ સૂર્યગઢ પસંદ કર્યો છે.મહેમાનોના રહેવા માટે મહેલના લગભગ 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. આ સિવાય મહેમાન માટે 70થી વધુ વાહનો પણ બુક કરવામાં આવ્યા છે, જેમાં મર્સિડીઝ, જગુઆરથી લઈને બીએમડબલ્યુનો સમાવેશ થાય છે.

શાહી લગ્નની જવાબદારી મુંબઈના વેડિંગ પ્લાનરને સોંપાઈ

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના શાહી લગ્નની જવાબદારી મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને આપવામાં આવી છે. હોટેલ બુકિંગથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ લગ્નમાં આવનાર મહેમાનો અને અન્ય કાર્યક્રમોના આયોજન માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા ઘણી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્નમાં મહેમાનોના આવવાની પ્રક્રિયા 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. સ્ટાર કપલના લગ્નમાં ખૂબ નજીકના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બંનેના પરિવાર સિવાય ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા નામ આમાં સામેલ છે. ડાયરેક્ટર કરણ જોહર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના નામ સામે આવ્યા છે. કિયારા અડવાણી અને ઈશા અંબાણી બંને સ્કૂલ ફ્રેન્ડ્સ છે.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV