GSTV
Home » News » નેટફ્લિક્સની લસ્ટ સ્ટોરીઝના વાઈબ્રેટર સીન ઉપર કિયારા અડવાણીની દાદીનું આ હતું રિએક્શન

નેટફ્લિક્સની લસ્ટ સ્ટોરીઝના વાઈબ્રેટર સીન ઉપર કિયારા અડવાણીની દાદીનું આ હતું રિએક્શન

નેટફ્લિક્સની સિરીઝ લસ્ટ સ્ટોરીઝનો આ સીન ચર્ચામાં રહ્યો હતો, જેમાં કિયારા અડવાણીએ વાઈબ્રેટર સીન કર્યો હતો. આ સીનના બેકગ્રાઉન્ડમાં કભી ખુશી કભી ગમનું સોન્ગ પણ ચાલી રહ્યું હતું. આ સીનથી કિયારાને ઘણી પોપુલારિટી મળી હતી. એક ચેટ શોમાં કિયારાએ જણાવ્યું હતું કે તેના દાદીએ જ્યારે આ સિરીઝ જોઈ ત્યારે તેમનું રિએક્શન આ હતું. તે કહે છે કે, મારી દાદી મારી સાથે રહેવા આવી હતી. એ દરમિયાન નેટફ્લિક્સ પર લસ્ટ સ્ટોરીઝ રિલીઝ થઈ હતી. આ સ્ટોરી મેં જોઈ હતી અને મારાં પેરેન્ટ્સે પણ જોઈ હતી. બધાને બહુ જ ગમી હતી. મારાં પેરેન્ટ્સ ઓર્ગેઝમ વાળા સીનને લઈને નિશ્ચિંત હતા.

જ્યારે મેં ફિલ્મ માટે હા પાડી ત્યારે જ એમને બધી વાતની જાણ હતી. મારી દાદી એગ્લો ઈન્ડિયન છે એટલા માટે જ કેટલાક સંદર્ભોને સમજી ના શકી. તે ફિલ્મમાં નીચે ચાલી રહેલા ટાઈટલને વાંચી રહી હતી. બધા જ હસી રહ્યા હતા. મને લોકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો. જ્યારે મારી દાદી સિરીઝ જોઈ રહી હતી ત્યારે તેના ચહેરા પર કોઈ જ પ્રકારનો હાવ ભાવ નહોતો. તે શૂન્ય થઈને આ સિરીઝ જોઈ રહી હતી. દાદીએ લસ્ટ સ્ટોરીઝ જોયા બાદ કંઈ જ કહ્યું નહીં. તે સમયે હું વિચારી રહી હતી કે તે દાદીને પસંદ આવ્યું હશે કે નહીં? ત્યારબાદ મારી મમ્મીને મેસેજ કરીને કહ્યું કે તે દાદીને સીન સમજાવે. તમને જણાવીએ કે અત્યારે કિયારા તેની અપકમિંગ ફિલ્મ કબિરસિંહના પ્રમોશનમાં બિઝી છે. તે ફિલ્મમાં શાહિદ સાથે જોવા મળશે. ફિલ્મ 21 જૂને રિલીઝ થશે. તેનું નિર્દેશન સંદિપ વાંગાએ કર્યું છે.

Read Also

Related posts

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાને ટ્રોલ કરી રહ્યો’તો 1 વ્યક્તો, આપ્યો એવો જવાબ કે થઈ ગઈ બોલતી બંધ

NIsha Patel

VIDEO : પુર કે હોનારતમાં કોઈ ફસાય ત્યારે વાયુસેના કેવી રીતે કરે છે મદદ ?

Mayur

Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!