GSTV
Home » News » કિયારા અડવાણીએ જણાવ્યું કે કેવી રીતે કરી હતી માસ્ટરબેશન સીનની તૈયારી

કિયારા અડવાણીએ જણાવ્યું કે કેવી રીતે કરી હતી માસ્ટરબેશન સીનની તૈયારી

બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાનો ચેટ શો હંમેશાં ચર્ચામાં રહે છે. અહીં આવીને સેલેબ્સ હંમેશાં કોઈને કોઈ એવો ખુલાસો કરે છે, જેની ચર્ચા ઘણા દિવસો સુધી રહ્યા કરતી હોય છે. તાજેતરમાં જ કિયારા અડવાણી આ શોમાં પહોંચી હતી. હવે કિયારા પહોંચી હોય અને તેની લસ્ટ સ્ટોરીઝના સીનની ચર્ચા ન થાય તેવું બની શકે જ નહીં.

કિયારાના માસ્ટરબેશન સીનની ચર્ચા થઈ તો તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે ક્લાઈમેક્સનો સીન શૂટ થયો હતો. કિયારા આ વાઈબ્રેટર વાળા સીન પહેલા ઘણી નર્વસ હતી. એક્ટ્રેસે કહ્યું કે, કરણે આ સીન કરવાના ઘણા રસ્તા બતાવ્યા હતા. તે ઈચ્છતો હતો કે આ સીનને હું બિન્ધાસ્ત કરું.

કરણે કહ્યું કે સ્ક્રીન પર વાઈબ્રેટર વાળા સીનનો એક થોડો ભાગ જ બતાવવામાં આવશે. કિયારાએ કહ્યું, કરણ નહોતો ઈચ્છતો કે, હું આ સીન પર હસુ, આ સીનના એક દિવસ પહેલાં ઘણી નર્વસ હતી. આ સીનને કરવા માટે મેં ગૂગલ પર સર્ચ કર્યું હતું, કે લોકો વાઈબ્રેટરનો ઉપયોગ કેવી રીતે કરે છે.

મેં ધ અગલી ટ્રુથ જેવી ફિલ્મોના કેટલાક સીન જોયા, એ જાણવા માટે કે આ શું છે. કિયારાએ જણાવ્યું કે કરણે તેને આ સીન કરવા સલાહ આપી હતી કે તે પૂરી ઈમાનદારીથી કરે. આ શોર્ટ ફિલ્મમાં વિક્કી કોશલે કિયારાના પતિનો નાનકડો રોલ કર્યો હતો. અત્યારે કિયારા તેની આવનારી ફિલ્મ કબીરસિંહના પ્રમોશનમાં બિઝી છે. આ ઉપરાંત તેની પાસે ઈન્દુની જવાની નામની પણ ફિલ્મ છે.

Read Also

Related posts

હરિયાણામાં કોંગ્રેસને હેરાન કરવા ભૂપેન્દ્ર સિંહ બનાવશે નવી પાર્ટી

Mayur

મિશન મંગળની હિરોઈનો વચ્ચે થઈ હતી ‘કેટ ફાઈટ’, વિદ્યા બાલને જણાવ્યું કે…

Arohi

VIDEO : ગાયતોંડે અને બંટીના રોલમાં એટલી બધી ગાળો હતી કે છેલ્લે પંકજ ત્રિપાઠીએ બાબા બનવાનું જ પસંદ કર્યું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!