GSTV
Bollywood Entertainment Trending

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

કિયારા અડવાણીએ તેની 8 વર્ષની બોલિવૂડ કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેની દમદાર એક્ટિંગને કારણે ચાહકોમાં એક અલગ સ્થાન બનાવ્યું હતું. કિયારા આવનારી ઘણી ફિલ્મોમાં જોવા મળશે કારણ કે તેની પાસે હવે ઘણી ફિલ્મોના પ્રોજેક્ટ છે, જેના પર તે સતત કામ કરી રહી છે. આ બધાની વચ્ચે કિયારાએ તેની સુપરહિટ ફિલ્મ ‘કબીર સિંહ’ વિશે ખુલીને વાત કરી છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કિયારા શાહિદ કપૂરની સાથે જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ વાંગા રેડ્ડીએ કર્યું હતું. ફિલ્મમાં કિયારાએ ‘પ્રીતિ’ અને શાહિદે ‘કબીર’ની ભૂમિકા ભજવી હતી. સ્ક્રીન પર પ્રીતિ-કબીરની લવ સ્ટોરીએ બધાને રોમેન્ટિક બનાવી દીધા હતા. વાતચીતમાં કિયારાએ ખાસ કરીને કબીરસિંહ ફિલ્મમાં શાહિદ કપૂરના ‘થપ્પડ’ના સીનને યાદ કર્યો, જેના માટે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી. આ સીનને લઈને કિયારા રાતોરાત છવાઈ ગઈ હતી.

થપ્પડના સીનને યાદ કર્યો

કિયારાએ ‘કબીર સિંહ’માં થપ્પડના સીન વિશે વાત કરતા કહ્યું કે એને લોકોએ બ્લોન આઉટ ઓફ પ્રોપોર્શન કહેતાં હિસ્સાથી બહાર થઈ જવા કહ્યું હતું. પરંતુ મારા માટે આ એક લવ સ્ટોરી છે. રિપોર્ટ અનુસાર તેણે કહ્યું, ‘પ્યાર કી બાત હૈ. તે એક એવી વસ્તુ છે જે તમને જીવનમાં અમુક વર્તણૂકો માટે માફ કરવાની મંજૂરી આપે છે.” તેણી પોતાનો મુદ્દો સ્પષ્ટ કરે છે કે સંબંધો ખૂબ જ જટિલ હોય છે અને જો કોઈએ છેતરપિંડી કરી હોય અથવા સામેની વ્યક્તિનું સન્માન ન કર્યું હોય અથવા કોઈને થપ્પડ મારી હોય તો ત્રીજી વ્યક્તિ માટે ‘તે સંબંધમાંથી બહાર નીકળો’ એવું કહેવું ખૂબ જ સરળ છે. જો કે, તે સંબંધમાં રહેલા તે બે લોકો માટે આમ કરવું અત્યંત મુશ્કેલ છે.

લોકોએ પ્રતિક્રિયાઓ પર કર્યું રીએક્ટ

કિયારાએ તેના પ્રીતિના પાત્ર વિશે આગળ કહ્યું, ‘ફિલ્મમાં તે થપ્પડ પછી પ્રીતિ કબીરને છોડી દે છે, જેને લોકો જોતા નથી અને ભૂલી શકતા નથી. જોકે સત્ય એ છે કે તેણી તેની પાસે પાછી ગઈ. કેટલાક લોકોએ કહ્યું કે ‘ઓહ તેણે પાછું ન જવું જોઈતું હતું’, પરંતુ મને લાગે છે કે આખરે તેણે હૃદય બનાવ્યું અને તે જ પ્રેમ કરે છે. જોકે અંતે આજે તે માત્ર એક ફિલ્મ અને માત્ર એક વાર્તા છે.

Related posts

મંત્રણામાં યુદ્ધનો વિરોધ પરંતુ ભારત વ્લાદિમીર પુતિનને આપી રહ્યું છે સમર્થન, અમેરિકન મીડિયાએ તેલ રેડાતાં કાઢ્યો આ બળાપો

HARSHAD PATEL

માનવોને લઈને ઉડનાર ડ્રોન સંપૂર્ણપણે તૈયાર, ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં થશે સામેલ

Hemal Vegda

તેલમાં ફ્રાય કર્યા વિના કૂકરમાં જ આ રીતે બનાવો ખસ્તા સમોસા, બનાવવામાં સરળ

Hemal Vegda
GSTV