GSTV

ગ્લેમર/ કિયારા અડવાણીને લોટરી લાગી : ટોચના બે સ્ટાર સાથે કરશે આ ફિલ્મો, કારકીર્દી પાટે ચડી ગઈ

કિયારા

Last Updated on June 26, 2021 by Bansari

બોલીવૂડ અદાકારા કિયારા અડવાણીની કારકિર્દી પાટે ચડી રહી છે. તેની પાસે ટોચના બે સ્ટારો સાથેની ફિલ્મ છે. જેમાં એક રામચરણ તેમજ બીજો રણવીર સિંહ છે. છેલ્લા થોડા દિવસોથી ચર્ચા હતી કે, કિયારા રામચરણની ફિલ્મ આર સી ૧૫નો હિસ્સો બનવાની છે. જોકે હવે આ ફિલ્મની ડીલ તેણે ફાઇનલ કરી છે અને ફિલ્મ સાઇન કરી છે. આ ઉપરાંત અભિનેત્રીએ સાઉથના જાણીતા દિગ્દર્શક શંકર સાથે અમુક ફિલ્મોની ડીલ સાઇન કરી છે.

કિયારા

આ બે સ્ટાર્સ સાથે રોમાન્સ કરશે કિયારા

કિયારાએ બીજી એક ફિલ્મ રણવીર સિંહ સાથે કરી છે. આ ફિલ્મ સાઉથની હિટ ફિલ્મ અન્નિયનની રીમેક છે. જે આવતા વરસે ફ્લોર પર જવાની છે. આ ફિલ્મમાં તે નંદિનીનો રોલ કરી રહી છે. મૂળ ફિલ્મમાં આ રોલ સુધાએ કર્યો હતો.

કિયારા

કહેવાય છે કે, કિયારા રામચરણની ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યા પછી જ રણવીર સિંહ સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે. સાઉથની આ મૂળ ફિલ્મ ૨૦૦૫માં રિલીઝ થઇ હતી અને બોક્સઓફિસ પર ટંકશાળ પાડી હતી.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!