GSTV

B’day Special:સલમાન ખાનની પહેલી ગર્લ ફ્રેન્ડ કિયારા અડવાણીની માસી હતી, અશોક કુમાર સાથે પણ છે આ સંબંધ

કિયારા

બોલિવૂડ બ્યૂટી ગણાતી કિયારા અડવાણીએ ફિલ્મ ઉદ્યોગમાં મહત્વનું સ્થાન હાંસલ કર્યું છે. તેણે સાઉથની ફિલ્મોથી કરિયરનો પ્રારંભ કર્યો હતો અને ત્યાર બાદ તો તે કબીર સિંહ અને એમએસ ધોની જેવી ફિલ્મોથી લોકપ્રિય બની ગઈ હતી. તેના આવનારા પ્રોજેક્ટ પણ રોમાંચક છે. અક્ષય કુમારની સાથે લક્ષ્મી બોંબ, ઇન્દુ કી જવાની, શેરશાહ અને ભૂલભૂલૈયામાં તે જોવા મળશે. 31મી જુલાઈએ તેનો જન્મ દિવસ છે. આ પ્રસંગે તેના જીવનની કેટલીક ખાસ વાતો.

કિયારા અડવાણીએ 2014માં ફગલી ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પણ તે સુશાંતસિંહની ફિલ્મ ધોનીથી પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ તેણે શાહિદ સાથે ફિલ્મ કબીર કરી હતી. કિયારાનું સલમાન સાથે કનેક્શન છે. તેની માસી શાહિન સલમાનની ગર્લફ્રેન્ડ હતી. તે સલમાનને કેવી રીતે ઓળખે તે કિયારા ખુદ જ કહી ચૂકી છે.

તેણે એક વાર કહ્યું હતું કે મારી માતા સલમાન સરને ઓળખે છે. બંને બાંદ્રામાં જ મોટા થયા હતા. તેઓ એ વખતે પણ મારી માતાને કહેતા હતા કે કિયારા એક દિવસ સ્ટાર બનશે.

સલમાન ખાન અને મારી માતા લાંબા સમય સુધી મિત્રો રહ્યા હતા. તેઓ સાથે સાઇકલિંગ પણ કરતા હતા.

કિયારા કહે છે કે મારી માતાએ જ શાહિનની સાથે સલમાનની મુલાકાત કરાવી હતી. કદાચ એ બંનેનું એ પહેલુ રિલેશન હતું.
કિયારા અડવાણી અશોક કુમાર અને સઈદ જાફરી સાથે પણ કનેકશનમાં હતી. તેણે કહ્યું હતું કે મારા નાના સઇદ જાફરીના ભાઈ હતા. નાનાએ બે લગ્ન કર્યા હતા જેમાં મારી નાની બ્રિટિશર હતી.

નાના મુસ્લિમ હતા તેમ છતાં તેમણે પોતાની પ્રથમ પત્નીને તલાક આપ્યા બાદ જ મારી નાની સાથે લગ્ન કર્યા હતા.

તેમ કહીને કિયારા ઉમેરે છે કે તેમણે ભારતી ગાંગુલી સાથે લગ્ન કર્યા આમ ભારતી મારી બીજી નાની બની ગઈ. ભારતી ગાંગુલી અશોક કુમારની દિકરી હતી.

કિયારા કહે છે કે મારી બીજી નાની એટલે કે ભારતી ગાંગુલીએ મારી માતાને મોટી કરી હતી. ત્યાર બાદ મારી પહેલી નાની ભારત પરત આવી ગઈ હતી.કિયારાએ અન્ય સાથેના રિલેશન અંગે કહ્યું કે મારા માતાપિતા સાત વર્ષ સુધી ડેટિંગ પર હતા અને જુહી ચાવલા તેના પેરેન્ટસની મિત્ર હતી. જૂહી ચાવલા આન્ટીએ મને મારા જન્મથી જોયેલી છે. કિયારા બિઝનેસમેન પરિવારથી છે અને તેના પાપાએ 3 ઇડિયટ જોયા બાદ નક્કી કર્યું હતું કે તેમના સંતાનો જે ઇચ્છશે તે તેમને કરવા દેવામાં આવશે.

Read Also

Related posts

ભાજપના યુવા મોરચાના અધ્યક્ષે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું: આઈટી સિટી બની ગયું આતંકી સિટી

pratik shah

તેજસ્વી યાદવનો ચૂંટણી વાયદો- પહેલી કેબિનેટમાં પહેલી કલમમાં 10 લાખ યુવાઓને આપશે નોકરી

Mansi Patel

સાબરકાંઠા/ પોળો અભાપુરના રસ્તા પર ધારાસભ્યએ ચક્કાજામ કર્યો, ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત 10 લોકોની અટકાયત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!