દક્ષિણ કોરિયન કાર કંપની હ્યુન્ડાઈ અને કિઆ આગામી ત્રિમાસિક ગાળામાં 2.9 અબજ ડૉલર (212 અબજ રૂપિયા) ભોગવે એવી શક્યતા છે. આ બન્ને કંપની સંયુક્ત રીતે કાર ઉત્પાદિત કરે છે. અમેરિકામાં વેચેલી કંપનીની કેટલીક ગાડીઓમાં એન્જીનમાં આગ લાગવાના પ્રશ્નો ઉભા થયા હતા. એ પછી અમેરિકામાં તેના વિરૂદ્ધ તપાસ-કેસ થયા હતા.

કંપનીએે 2015થી 2017 સુધીમાં 17 લાખ કાર પાછી ખેંચવી પડી
કેસના સેટલમેન્ટ માટે કંપનીએે 2015થી 2017 સુધીમાં 17 લાખ કાર પાછી ખેંચવી પડી હતી. કંપની માટે આ કાર પાછી ખેંચવાનો સૌથી મોટો પ્રસંગ હતો. તેના કારણે કંપનીની પ્રતિષ્ઠા ધૂળમાં મળી હતી. હ્યુન્ડાઈ-કિઆ બન્ને મળીને જગતની પાંચમા નંબરની મોટી કાર ઉત્પાદક કંપની છે. અમેરિકામાં તેના વિરૂદ્ધ તપાસ થયા પછી દક્ષિણ કોરિયામાં પણ તપાસ આરંભાઈ હતી.

અમેરિકામાં તો કંપની વિરૂદ્ધ 350થી વધારે ફરિયાદ નોંધાઈ
અમેરિકામાં તો કંપની વિરૂદ્ધ 350થી વધારે ફરિયાદ નોંધાઈ હતી. કંપનીએ એ સંજોગોમાં અમેરિકા અને દક્ષિણ કોરિયા બન્ને દેશમાં એન્જીનમાં લાઈફટાઈમ વોરંટી આપવાની તૈયારી દાખવી છે. આ બધી બાબતો પાછળ જંગી નાણાની જોગવાઈ કરવી પડી હતી, જેની અસર હવે જાહેર થનારા કંપનીના ત્રિમાસિક પરિણામ પર પડશે. ભારતમાં પણ આ બન્ને કંપનીની કાર મોટી સંખ્યામાં વેચાય છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો