GSTV
Gujarat Government Advertisement

વાહ! માત્ર 18 મિનિટમાં 80 ટકા ચાર્જ થઇ જશે આ ધાંસૂ કાર, 3.5 સેકેન્ડમાં પકડી લેશે 100 કિલોમીટરની સ્પીડ

કાર

Last Updated on May 8, 2021 by Bansari

જો તમે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોના કારણે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો તમારા માટે Kia Corporationની નવી કાર Kia EV6 એક ઉમદા વિકલ્પ સાબિત થઇ શકે છે. સાઉથ કોરિયન કંપનીની આ કાર જલ્દી ચાર્જ થઇ જાય છે અને સાથે જ એક્સિલેટર દબાવતા જ હવાની સ્પીડે દોડવા લાગશે.

E-GMP પ્લેટફોર્મ પર થયું નિર્માણ

એક રિપોર્ટ અનુસાર  Kia EV6ને એક ડેડીકેટેડ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. તેને E-GMP પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. જે ખાસ રીતે ઇલેક્ટ્રિક કારો ટે બનાવવામાં આવી છે. સાથે જ આ તે જ પ્લેટફોર્મ છે જે Hyundai IONIQ 5માં યુઝ કરવામાં આવશે.

કાર

3.5 સેકેન્ડમાં 100ની સ્પીડ

Kia EV6ને બે ઇલેક્ટ્રિક મોટર્સની મદદથી 577 એચપી પાવર જનરેટ કરે છે. આ એસયુવીને ઝીરોથી 100kmphની સ્પીડ પકડવામાં ફક્ત 3.5 સેકેન્ડનો સમય લાગે છે. જો વાત કરીએ ડાયમેંશનની તો Kia EV6ની લંબાઇ 4680 એમએમ, પહોળાઇ 1880 એમએમ અને ઉંચાઇ 1550 એમએમ છે. આ કારનું વ્હીલબેસ 2900 એમએમનો છે.

18 મિનિટમાં 80 ટકા ચાર્જ

આ કારમાં 800 વોલ્ટનું ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવશે જેના કારણે Kia EV6 ફક્ત 18 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. જણાવી દઇએ કે આ ઇલેક્ટ્રિક એસયુવીને તમે ફક્ત 4 મિનિટ 30 સેકેન્ડના ચાર્જિંગમાં 100ના ડિસ્ટેંસ સુધી ચલાવવા લાયક ચાર્જ કરી શકાય છે.

ચાર્જ થવા પર 510 કિમીની રેન્જ

દાવા અનુસાર આ ઇલેક્ટ્રિક એસયુવીની રેન્જ 510 કિલોમીટર છે. Kia EV6 577 એચપીની મેક્સિમમ પાવર જનરેટ કરવામાં સક્ષમ હશે સાથે જ તે સિંગલ ચાર્જમાં 510 કિલોમીટર પર સેકેન્ડની રેન્જ આપશે.

યુરોપમાં મળી રહ્યાં છે ઓર્ડર

કંપનીએ આ ઇલેક્ટ્રિક કાર Kia EV6ને ફેબ્રુઆરી 2021 લોન્ચ કરવામાં આવ્યું હતુ. જાણકારી અનુસાર કંપની આ કારનું પ્રોડક્શન વર્ષના મધ્ય સુધી શરૂ કરી શકે છે. પ્રોડક્શન શરૂ થયા બાદ આ કારની ડિલિવરી પણ શરૂ કરી દેવામાં આવશે. વેચાણ શરૂ થતા પહેલા Kia EV6ના યુરોપમાં જોરદાર ઓર્ડર મળી રહ્યાં છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!