GSTV

આ ઇલેક્ટ્રિક કારે માર્કેટમાં ધુમ મચાવી / થોડાં જ કલાકોમાં તમામ ગાડીઓ બુક, માત્ર 5 મિનિટના ચાર્જમાં 112 કિમીની રેન્જ

Last Updated on June 13, 2021 by Dhruv Brahmbhatt

કોરિયાઇ કાર નિર્માતા કંપની Kia ની લેટેસ્ટ ઇલેક્ટ્રિક SUV Kia EV6 એ બુકિંગ ઓપન થતા જ ધમાલ મચાવી દીધી છે. આ કારને જબરદસ્ત પ્રતિક્રિયા મળી છે અને અમેરિકામાં તેનું બુકિંગ ઓપન થતા જ થોડાં જ કલાકોમાં તમામ ગાડીઓ બુકિંગ થઇ ગઇ. કંપનીએ આ કારના પ્રથમ એડિશનમાં 1500 યુનિટ્સની બુકિંગ રાખી હતી કે જેને લોકોએ થોડીક જ ક્ષણોમાં બુક કરી દીધી.

કંપનીએ Kia EV6 કારોની બુકિંગ પર ત્રણ ઓફર્સ પણ રજૂ કરી હતી

આ સાથે જ કંપનીએ Kia EV6 કારોની બુકિંગ પર ત્રણ ઓફર્સ પણ રજૂ કરી હતી જેમાં એક એટ-હોમ વ્હીકલ ચાર્જર, નેશનલ ચાર્જિંગ નેટવર્કમાં 1000 KWh ની ક્રેડિટ અથવા Kia Connect services ના EV6 suite થી કનેક્ટ થનાર એપલ વૉચ પણ શામેલ છે. ગ્રાહક આ ત્રણેયમાંથી કોઇ પણ ચીજને સિલેક્ટ કરી શકે છે. કંપનીના જણાવ્યાં અનુસાર, ખૂબ જ ઓછી કિંમતમાં ગ્રાહકોએ એપલ વૉચને પસંદ કરી હતી કારણ કે, 80 ટકાથી પણ વધારે ગ્રાહકો ઇવી ચાર્જિંગ યુનિટને ઘરે લઇ ગયા હતાં.

18 મિનિટમાં ચાર્જિંગ પર તેમાં 330 કિલોમીટરની રેન્જ મળશે

Kia EV6 કંપનીની પ્રથમ ફૂલી ઇલેક્ટ્રિક વ્હીકલ કે જે ઇલેક્ટ્રિક-ગ્લોબલ મૉડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) પર આધારિત છે. આ કારમાં 400v અને 800v નો ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીના અનુસાર, આ SUV માત્ર 5 મિનિટના ફાસ્ટ ચાર્જિંગ પર 112 કિલોમીટર સુધીની રેન્જ કાપી શકે છે અને 18 મિનિટમાં ચાર્જિંગ પર તેમાં 330 કિલોમીટરની રેન્જ મળશે.

આ સાથે જ Kia EV6 ના ફર્સ્ટ એડિશનમાં અનેક એક્સ્ક્લ્યુઝિવ ફીચર્સ આપવામાં આવ્યાં છે. કંપનીએ તેમાં સ્પેશિયલ એડિશન ફીચર્સ જેવાં કે, ‘First Edition’ સાથે ઇલુમિનિટેડ ડોર સિલ્સ, એક નંબર્ડ ઇન્ટિરિયર બેઝ જો કે, લિમિટેડ પ્રોડક્શન વોલ્યુમને હાઇલાઇટ કરે છે, ઑગ્યુમેન્ટેડ રિઆલિટી રિયાલિટી હેડ-અપ ડિસ્પ્લે, રિમોટ સ્માર્ટ પાર્કિંગ અસિસ્ટ, સનરૂફ, 20 ઇંચના વ્હીલ્સ, પ્રીમિયમ 14 સ્પીકર, મેરિડિયન ઑડિયો સિસ્ટમ, ડ્યુઅલ-મોટર AWD પાવર ડિલિવરી અને એક 77.4KWh ની બેટરી શામેલ છે.

Kia America અને Kia North America ના સીઇઓ સીન યુનએ કહ્યું કે, ‘kia પહેલાં EV6 ખરીદનારાઓનું સ્વાગત કરે છે કે જેઓ આ ઐતિહાસિક પળમાં અમારી સાથે શામેલ થયાં. Kia ની ‘ઇલેક્ટ્રિક લાઇફસ્ટાઇલ’ લક્ઝરી, પરફોર્મન્સ અને ટેક્નોલોજીની એક આકર્ષક કોમ્બિનેશન પ્રદાન કરે છે અને EV6 પ્રથમ એડિશન ઓનર્સને પોતાની રીતે એક આકર્ષક અનુભવ પ્રદાન કરશે.’

ટોપ વેરિઅન્ટમાં સિંગલ ચાર્જ પર મળશે 480 કિલોમીટરની રેન્જ

Kia America એ આ SUV ને ગયા મહીને જ અમેરિકાના બજારમાં રજૂ કરાઇ હતી. અમેરિકામાં તે ચાર વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ થશે. તેના ટોપ વેરિઅન્ટમાં સિંગલ ચાર્જ પર 480 કિલોમીટરની રેન્જ મળશે. તેની ફોર વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ સૌથી પાવરફુલ છે કે જે ડ્યુઅલ મોટર્સ સાથે આવે છે અને 576 હોર્સપાવરની એનર્જી આપે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Vishvesh Dave

ઈન્ટરનેટ/ મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલ નંબર વન, જાણો કયા દેશના લોકો મોબાઈલ પર કરે છે સૌથી વધારે સમય પસાર

Zainul Ansari

જલદી કરજો/ જો આઈફોન 12 ખરીદવા માંગતા હો તો તમારા માટે સુંદર તક, 12 હજાર રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે એપલનું આ મોડલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!