GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

2019ના વર્ષમાં આ સ્ટારકિડ્સ કરશે બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી,કોઇ વિલનનો પૌત્ર છે તો કોઇ એક્ટ્રેસની દિકરી

વર્ષ 2018માં બોલીવુડમાં જ્હાન્વી કપૂર, ઇશાન ખટ્ટર અને સારા અલી ખાન જેવા સ્ટાર કિડ્સની એન્ટ્રી થઇ. તેમની ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર સારુ પ્રદર્શન કર્યુ અને દર્શકોએ તેમને પસંદ કર્યા. સ્ટાર કિડ્સને લઇને ફેન્સમાં ગજબ એક્સાઇટમેન્ટ જોવા મળે છે અને તેઓ પણ આ સ્ટારકિડ્સને રૂપેરી પડદે સફળ તથાં જોવા મળે છે. જો કે તે તેમના અભિનય પર આધારિત હોય છે.
2019 માં ઘણા સ્ટાર કિડ્સની મોટી સ્ક્રીન પર ડેબ્યૂની શક્યતા પણ છે. તો ચાલો આપણે સ્ટાર કિડ્સ વિશે જાણીએ, જે આગામી વર્ષે તેમની ફિલ્મી કારકીર્દિ શરૂ કરી શકે છે.

ચંકી પાંડે અને ભાવના પાંડેની દીકરી અનન્યા પાંડે વર્ષ 2019માં કરણ જોહરની ફિલ્મથી શરૂઆત કરવા જઇ રહી છે. કરણ જોહર તેવા નિર્દેશક છે જેણે આલિયા ભટ્ટ અને જ્હાન્વી કપૂર જેવા સ્ટાર કિડ્સને ભારતીય સિનેમામાં લૉન્ચ કર્યા. કરણ જોહર ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર-2થી અનન્યાને ડેબ્યૂ કરાવશે.

સની દેઓલે વર્ષ 1983માં ફિલ્મ બેતાબથી પોતાની કરિયર શરૂ કરી હતી. હવે તેનો દિકરો સિનેમા જગતમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સની દેઓલનો દિકરો કરણ દેઓલ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરશે.

અભિનેત્રી નૂતનની દોહિત્રી અને મનીષ બહેલની દિકરી પ્રનૂતક બહલ પણ વર્ષ 2019માં પોતાની કારકિરદી શરૂ કરશે.

દિવંગત દિગ્ગજ અભિનેતા અમરીશ પુરીનો પૌત્ર વર્ધન પુરી પણ ફિલ્મોમાં ડેબ્યૂ માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ધનને આશરે 2 ફિલ્મો માટે અત્યાર સુધી અપ્રોચ કરવામાં આવ્યો છે.

દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની નાની દિકરી ખુશી કપૂર પણ બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્હાન્વીની બહેન વર્ષ 2019માં તેની જ હરિફ બનીને બોલીવુડમાં એન્ટ્રી કરી શકે છે.

Read Also

Related posts

મોદી સરકારની વાહવાહી છોડો : ચીન નહીં ભારત પણ 1.5 કિલોમીટર પોતાની સરહદમાં પાછળ હટ્યું, ચીનની માની આ શરતો

Harshad Patel

પ્રાઈવેટ ટ્રેનમાં મુસાફરી કરવી છે તો ખિસ્સુ કરવું પડશે ખાલી, રેલવે નહીં પરંતુ આ લોકો નક્કી કરશે ભાડુ

Arohi

લગ્ન કરેલા હોય તેવા પ્રખ્યાત પોર્ન ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ, આ છે તેમનું પારિવારિક જીવન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!