GSTV
Home » News » ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

ભાજપ 300 પ્લસ સીટ જીતતા આ વ્યક્તિ અમરેલીથી દિલ્હી સાયકલ પર સફર કરી પીએમ મોદીને મળશે

ગુજરાતીમાં કહેવત છેને કે “અડગ મનના માનવીને હિમાલય પણ નથી રોકી શકતો” આજ વાતને સાબિત કરી બતાવી છે અમરેલીના ખીમચંદ ચંદ્રાણીએ. જેમણે અમરેલીથી દિલ્હી સુધીની સાયકલ પર સફર કરવાની શરૂઆત કરી છે. ખીમચંદ ચંદ્રાણીએ સંકલ્પ કર્યો હતો કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 300 પ્લસ સીટો આવે તો પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને હારતોળા કરશે. તેમનો સંકલ્પ સાચો પડતા તેઓ દિલ્હી જવા રવાના થઇ ગયા છે.

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ લીલી જંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. અગાઉ તેઓ અમરેલીથી વૈષ્ણવ દેવી, અમરેલીથી ઉજ્જૈન અને માતાના મઢ કચ્છ અને ત્રણ વખત અમરેલીથી શિરડી સુધી સાયકલ યાત્રા કરી આવ્યા છે. તેમના પત્ની પણ તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે. આ યાત્રામાં તેઓ સફળતા પૂર્વક પૂર્ણ કરે તેવી તેમના પત્નીને આશા છે.

READ ALSO

Related posts

કોંગ્રેસમાં રાજ્યસભામાં વધી કોંગ્રેસની સીટ, રાજસ્થાનથી મનમોહન સીંહ બન્યા સદસ્ય

Kaushik Bavishi

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva

અરૂણ જેટલી પર રાખી સાવંતે કરી વિવાદિત પોસ્ટ, પછી તેની જે હાલત થઈ…

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!