GSTV
India News Trending

આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ, ભાજપે લગાવ્યા આ મોટા આરોપ

મ્યાંમારથી ભારતમાં ઘૂસણખોરી કરનારા રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નિશાને લીધા છે. અનુરાગ ઠાકુરે કહ્યુ છે કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ કરી રહી છે. અનુરાગ ઠાકુરે દિલ્હીની કેજરીવાલ સરકાર પર ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓને મફત પાણી, વીજળી અને રાશન પુરું પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સવાલ પણ કર્યો છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ડિટેન્શન સેન્ટર કેમ તૈયાર કરી શક્યા નથી? કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગૃહ મંત્રાલયને ટાંકીને કહ્યું છે કે, ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓને ભારતના નાગરિક માનવામાં નહીં આવે અને તેમને પાછા મોકલવામાં આવશે. આના માટે વિદેશ મંત્રાલય દ્વારા વાતચીત થઈ રહી છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ રોહિંગ્યા મુસ્લિમોને ફ્લેટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કોના નિર્દેશથી લેવામાં આવ્યો છે, તેની તપાસ કરવાનો આગ્રહ કર્યો છે. સિસોદિયાએ આના માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આખા મામલાની તપાસ કરાવવા માટે આગ્રહ કર્યો છે. સિસોદિયાએ કહ્યું છે કે દિલ્હી સરકારે રોહિંગ્યા મુસ્લિમોને ફ્લેટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો નથી.

મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે રોહિંગ્યાઓને ટ્રાન્સફર કરવાને લઈને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીના ટ્વિટ બાદ જ્યારે આમ આદમી પાર્ટી અને અન્યોએ વિરોધ કર્યો, ત્યારે ગૃહ મંત્રાલય દ્વારા આના પર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ થવા સુધી ડિટેન્શન સેન્ટર્સમાં રાખવાનું સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda
GSTV