GSTV
Home » News » ખેરાલુ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકારણમાં ગરમાવો

ખેરાલુ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકારણમાં ગરમાવો

મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર થતાં જ ખેરાલુના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડવા ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના દાવેદારોએ લોબિંગ શરૂ કરી દીધું છે. ત્યારે બંને પક્ષોના નેતાઓએ અત્યારથી જ જીતના દાવા વ્યક્ત કર્યા છે. મહેસાણાની ખેરાલુ બેઠક પર છેલ્લા 2 દાયકાથી ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે. ખેરાલુનો સમાવેશ પાટણ લોકસભા સીટ હેઠળ થતો હોવાથી પાટણના રાજકારણની પણ સીધી અસર ખેરાલુમાં જોવા મળે છે. ખેરાલુમાં ઠાકોર, ચૌધરી અને રાજપૂત સમાજનું પ્રભુત્વ જોવા મળે છે.

પેટાચૂંટણીની તારીખ જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોના દાવેદારોએ ટિકીટ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. ભાજપમાં પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઇ, સામાજિક અગ્રણી સરદારભાઈ ચૌધરી અને ખેરાલુ એપીએમસીના ચેરમેન ભીખાભાઇ ચૌધરીના નામ મોખરે ચાલી રહ્યા છે. ભાજપે અહીં ફરી વિકાસના નામે જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

બીજી તરફ કોંગ્રેસ તરફથી મુકેશ દેસાઇનું નામ પણ દાવેદારોમાં છે. તો દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોરનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. તો કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ઉમેદવારોની રેસમાં આગળ છે. કોંગ્રેસ ભાજપના વિકાસના દાવાઓની પોલ ખોલી ખેરાલુ પર કબ્જો જમાવવા માંગે છે. હાલ તો પેટાચૂંટણીને લઇને ખેરાલુનું રાજકારણ ફરી ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના ટોચના નેતાઓ ખેરાલુ બેઠક જીતવા રાજકીય ચોપાટ બિછાવી છે. ત્યારે રસાકસીના આ જંગમાં કોણ બાજી મારશે તે જોવું રહ્યું.

READ ALSO

Related posts

લાલ રંગની બોલગાઉન ડ્રેસમાં કેટરીના કેફ નો ક્વીન’ અંદાજ, જુઓ PHOTOS

pratik shah

વડોદરામાં સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર યોજાઈ રંગોળી સ્પર્ધા

Nilesh Jethva

કિમ શર્માએ મોડી રાત્રે શેર કરી એવી ફોટોઝ, થોડા જ કલાકોમાં થઈ ગઈ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!