ખેલમહાકુંભનું સમાપન પાંચમી જાન્યુઆરીએ ભાવનગરમાં થશે

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચાલી રહેલા ખેલમહાકુંભનું સમાપન પાંચમી જાન્યુઆરીએ ભાવનગરમાં થશે. આ સાથે સિનિયર નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયનશીપનો શુભારંભ પણ થશે. આ બંને કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. સાથે કેન્દ્રીય સડક પરિવહન રાજ્યપ્રધાન મનસુખભાઇ માંડવિયા, રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવે, રાજ્યકક્ષાના રમતગમત પ્રધાન ઇશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહેશે.. તો સમાપન કાર્યક્રમ દરમિયા ભાવનગર સ્પોર્ટસ સંકુલ ખાતે તૈયાર થયેલા મલ્ટીપર્પઝ સ્પોર્ટસ ઇન્ડોર હોલનું લોકાર્પણ કરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter