GSTV

એકતાનો સંદેશ / ખેડામાં કોમી એકતાના થયા દર્શન, હિંદુ-મુસ્લિમ મિત્રોએ ધર્મના ચિન્હો સાથેની 20 ફૂટની પતંગ ચગાવી

Last Updated on January 13, 2022 by GSTV Web Desk

ખેડાના ઠાસરામાં ઉત્તરાયણ પર્વ ઉપર કોમી એકતાના દર્શન થયા હતા. હિંદુ-મુસ્લિમ બંને મિત્રો છેલ્લા 13 વર્ષથી પતંગ ઉડાવી કોમી એકતાનો સંદેશ આપે છે. તમામ ધર્મના ધાર્મિક ચિહ્નો સાથે 13 વર્ષ પહેલાં 8 ફૂટની પતંગ બનાવી હતી. ત્યારથી આ પતંગની સાઈઝ મોટી કરતા કરતા આજે 20 ફૂટની પતંગ બનાવી છે. હિન્દૂ મુસ્લિમ એકતાના પ્રતીક જેવા બન્ને મિત્રોએ ખાટલો ભરવાની સુતરની દોરીથી પતંગ ઉડાવી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો.

ઉત્તરાયણને લઈ સુરતીઓમાં અનેરો ઉત્સાહ

ઉત્તરાયણનો પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે એ પહેલા સુરત ભાગળ વિસ્તારમાં ડબગરવાડ ખાતે પતંગ સહિત સુરતી માંજાની ધૂમ ખરીદી જોવા મળી. પતંગની દુકાનો પર જાણે ખરીદી માટે લોકોના રીતસરનો ધસારો જોવા મળ્યો. વેપારીઓને જાણે એક મિનિટ સુધીનો સમય ન હોય તેમ પતંગોનું વેચાણ કરવામાં વેપારીઓ ખૂબ જ વ્યસ્ત જોવા મળ્યા.

ઉત્તરાયણ

ભાગળ વિસ્તારમાં આવેલ ડબગરવાડ વર્ષો જૂની અને જાણીતું બજાર છે. દર વર્ષે પતંગ સહિત સુરતી માંજાની ખરીદી કરવા લોકો રીતસરની પડાપડી કરતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ ઉત્તરાયણ પર્વની સહ પરિવાર જોડે ઉજવણી કરવા માટે સુરતીલાલાઓ ઘણા આતુર જોવા મળ્યા જેના પગલે ડબગરવાડ ખાતે પતંગ સુરતી માંજાની ખરીદી કરવા લોકો રસ્તા પર ઉતરી પડયા.

પતંગ ઉપર આ વખતે ૬૦ ટકા જેટલો વધારો, જ્યારે બોબીન પર પણ ૨૫ ટકા જેટલો વધારો થયો છે. આ સાથે માંજાની ઘસાઈ પર રૂપિયા ૨૫ ટકા જેટલો વધારો કરાયો હોવા છતાં સુરતીલાલાઓ ભાવ વધારાને એક બાજુએ મૂકી મન મૂકીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જોકે પતંગની ખરીદી કરવા પડાપડી કરી રહેલા સુરતીલાલાઓએ સોસીયલ ડિસ્ટનસિંગ અને માસ્કના નિયમોને પણ નેવે મૂકી દીધા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!