ખેડાના કપડવંજના સુલતાનપુર પાટિયા પાસે ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. જયારે બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુલતાનપુર પાટિયા પાસે ગુરૂવારની બપોરે એક ભીષણ અકસ્માત સર્જાયો છે. નીરમાલી રોડ પરથી પસાર થતી CNG રીક્ષા અને પિયાગો ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે બંને વાહનોના કચ્ચરઘાણ વળી ગયા હતા.
આ ભીષણ અકસ્માતમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતમાં જશીબેન પુનમભાઈ પરમાર (ઉ. વ. 55, રહે. જાંબુડી, તા. કપડવંજ), મંગળભાઈ રામાભાઈ ઝાલા (ઉ.વ. 60, રહે. ગૌચરના મુવાડા, તા. કપડવંજ) અને કાંતાબેન ભૂપતભાઈ સોલંકી (ઉ. વ. 42, રહે. લખાભગતના મુવાડા, તા. કપડવંજ)નું મોત નિપજ્યું છે. જ્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા રેવાબેન રામાભાઈ ઝાલા તથા મણીબેન ચૌહાણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’
- નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો