GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ભારતીય સિનેમાના દિગ્ગજ સંગીતકાર ખય્યામનું 92 વર્ષની વયે નિધન

ભારતીય સિનેમાના દિગ્ગજ સંગીતકાર ખય્યામનું 92 વર્ષની વયે નિધન થયુ છે. તેમની તબીયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતી. તેઓ ફેફ્સાની બીમારીને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓ આઈસીયુમાં હતાં. ખય્યામે પોતાના મ્યૂઝિક કરિયરની શરૂઆત લુધિયાણામાં 1943મા 17 વર્ષની ઉંમરે કરી હતી. વર્ષ 1953માં ફુટપાથ ફિલ્મથી તેમણે પોતાની બોલીવુડ કરિયરની શરૂઆત કરી.

વર્ષ 1961માં આવેલી ફિલ્મ શોલા ઔર શબનમમાં સંગીત આપીને ખય્યામ સાહબને નવી ઓળખ મળી હતી. આખરી ખત, કભીકભી, ત્રિશુલ, નૂરી, બાઝાર, ઉમરાવ જાન અને યાત્રા જેવી ફિલ્મોમાં તેમણે મ્યુઝિક આપ્યું હતું. પોતાના શાનદાર કામ માટે તેમને ઘણા એવોર્ડ મળ્યા હતા. વર્ષ 2007માં સંગીત નાટક એકેડેમી એવોર્ડ અને વર્ષ 2011માં પદ્મ ભૂષણ સન્માન મળ્યું હતું. કભી કભી અને ઉમરાવ જાન ફિલ્મ માટે તેમને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. તો ઉમરાવ જાન માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

READ ALSO

Related posts

ચુંદડીવાળા માતાજીને શાસ્ત્રોક્ત વિધિ સાથે અપાઈ સમાધિ, શ્રધ્ધાળુઓ શોકમાં ગરકાવ

pratik shah

કોરોના કેર વચ્ચે 17 નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, ચેક કરી લો ક્યાંક તમારો વિસ્તાર તો નથી ને!

Bansari

કોરોના સર્વેમાં માહિતી છુપાવવી ભારે પડી જશે, આ કિસ્સો વાંચશો જો સમજાઇ જશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!