GSTV
Home » News » હિન્દી ફિલ્મોના મશહૂર સંગીતકાર ખૈયામનું 92 વર્ષે અવસાન

હિન્દી ફિલ્મોના મશહૂર સંગીતકાર ખૈયામનું 92 વર્ષે અવસાન

હિન્દી ફિલ્મોના વિતેલા જમાનાના મશહૂર  સંગીતકાર ખૈયામ સાહેબનું આજે જુહુની એક હોસ્પિટલમાં  અવસાન થયું હતું અનેક યાદગાર અને અમર ધૂનોના આ સર્જકે 92 વર્ષે જીવનલીલા સંકેલી લીધી હતી.

છેલ્લા થોડા સમયથી નાદુરસ્ત તબિયતને કારણે તેમને  સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં  આજે રાત્રે  સાડા નવ વાગ્યે  તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ખૈયામ સાહેબનું  મૂળ નામ મહમ્મદ ઝહૂર ખૈયામ હતું. તેમનો જન્મ ફેબુ્રઆરી 1927માં  થયો હતો.  સંગીતનો નાનપણથી  જ નાદ લાગતા જલંધરથી  ભાગીને દિલ્હી આવ્યા હતા.  ત્યાર બાદ તેઓ  લાહોર ગયા હતા અને ત્યાં બાબા ચિસ્તી પાસે પદ્ધતિસર શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી.  આગળ જતા પંડિત અમરનાથ પાસે તાલીમ લીધી હતી. ત્યારબાદ  મુંબઈ આવી  ફિલ્મોમાં  નસીબ અજમાવ્યું હતું.

પ્રદીર્ધ કારકિર્દી દરમિયાન તેમણે ભલે ઓછી ફિલ્મ કરી પણ એમનું  સંગીત અમર થઈ ગયું હતું. તેમને ફિલ્મફેર તરફથી 1977થી કભી કભી અને 1982માં  ઉમરાવજાન માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ  એનાયત થયો હતો.  2010માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ  એવોર્ડથી નવાજવામાં  આવ્યા હતા. સદ્ગતના પરિવારમાં  પત્ની અને વિતેલા જમાનાના જાણીતા પાર્શ્વગાયિકા જગજીત કૌરનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar

મલાલા બોલી પાકિસ્તાનને આપી દો કાશ્મિર, ભારતિય ખેલાડીએ કહ્યું- પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!