GSTV

દિલ્હીની ચૂંટણીમાં ભાજપ ભૂલ્યું ભાન : આ રાજ્યના મુખ્યમંત્રીએ કેજરીવાલની તુલના વાનર સાથે કરી દીધી

પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુર બાદ હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. મનોહરલાલ ખટ્ટરે દિલ્હીની ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. મનોહરલાલ ખટ્ટરે કેજરીવાલને નૌટંકીબાજ ગણાવી તેની તુલના વાનર સાથે કરી છે.

મનોહરલાલ ખટ્ટરે દિલ્હી સરકારના પ્રારંભના કાર્યકાળની ચર્ચા કરતા જણાવ્યું કે દિલ્હીમાં એક વાનરના હાથમાં અસ્ત્રો આવી ગયો છે. એટલું જ નહિં તેમણે કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તમામ દિલ્હીવાસીઓનું કામ તમામ કરશે.

મનોહરલાલ ખટ્ટર તિલકનગરથી ભાજપના ઉમેદવાર રાજીવ બબ્બરના સમર્થનમાં સભામાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમણે આ વિવાદિત નિવેદન આપ્યું.

Read Also

Related posts

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

Coronaનો પ્રચંડ પ્રકોપ: દુનિયામાં મૃત્યુઆંક 95 હજારને પાર, 24 કલાકમાં 84 હજારથી વધુ સંક્રમિત

Bansari

કોરોનાનો કહેર: અમદાવાદમાં 58 સહિત ગુજરાતમાં એક જ દિવસમાં 95 કેસ, આરોગ્ય વિભાગ દોડતું થયું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!