GSTV

ખતરો કે ખેલાડીનો પ્રથમ એપિસોડ દર્શકોનું મનોરંજન કરવા છે તૈયાર, રોહિત શેટ્ટી ટીવી પર મચાવશે ધૂમ

Last Updated on January 23, 2020 by pratik shah

આ વર્ષે દર્શકોને મનોરંજનનો ડબલ ડોઝ મળવાનો છે. હાલમાં બિગબોસ સીઝન ચાલી રહી છે. એ પ્રથમ વખત બન્યું છે કે બિગબોસની આ સીઝનની ટીઆરપીનાં કારણે શોને એક્સટેશન મળ્યું હતું.

જ્યારે આ વર્ષનાં ફ્રેબ્રુઆરીનાં અંતમાં કલર્સ ચેનલનો સૌથી મહત્વકાંક્ષી અને બિગબોસ પછીનો રીયાલીટી શો ખતરો કે ખેલાડી આવવાનો છે. ચેનલ દ્રારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ શોનું પ્રસારણ ફ્રેબ્રુઆરીનાં છેલ્લા અઠવાડીયામાં શરૂ થશે.

જ્યારે આ રિયાલીટી શોનું ટ્રેલર પહેલેથીજ ખૂબ ચર્ચામાં છે. તો હવે વાતકરીએ ખતરોકે ખેલાડી શોની, આ શોની 10મી સીઝનનું શૂટીંગ બુલ્ગારીયાની અત્યંત ખૂબસૂરત સ્થળ પર થયું છે. આ વખતે શોમાં ધાકડ પ્રતિયોગીઓએ ભાગ લીધો છે. જેમાં કરણ પટેલ, ધર્મેશ, શિવિન નારંગ, બલરાજ, કરિશ્મા તન્ના, અદા ખાન, અમૃતા ખાનવલકર, રાની ચેટર્જી, RJ મલિષ્કા અને તેજસ્વી પ્રકાશ જેવા નામી સ્ટાર્સ છે. આ શો ને રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે.

ત્યારે તેમનાં અંતર્ગત આ તમામ ફિલ્મી ટીવી સિતારાઓ પોતાની પ્રતિભા બતાવી અનોખા સ્ટંટ અને કરતબ દેખાડશે. આ વખતે શોની ટીમ પણ અનોખી રાખવામાં આવી છે. શોની થીમ છે ડર ની યુનિવર્સીટી અને આ શો દરમ્યાન રોહિત શેટ્ટી આ કલાકારોને પોતાનાં જીવને ખતરામાં નાખવા વાળા જીવલેણ સ્ટંટ માટે પ્રેરિત અને પ્રશિક્ષિત કરતા નજરે આવશે. જેવો બિગબોઝનો ડોઝ પૂરો થશે ત્યારે આ નવા શો સાથે દર્શકોને ભરપૂર મનોરંજન મળશે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!