GSTV

સંકટ / ‘ખતરો કે ખિલાડી’ની આ કન્ટેસ્ટન્ટ કોરોના ઝપટમાં, શું રોકાઇ જશે શોની શૂટિંગ?

Last Updated on June 17, 2021 by Zainul Ansari

કલર્સના ફેમસ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની શૂટિંગ કેપટાઉનમાં ચાલી રહી છે. રોહિત શેટ્ટીના ફેમસ શો ‘ખતરો કે ખિલાડી 11’ના સેટ પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ મુજબ શોની કન્ટેસ્ટન્ટ અનુષ્કા સેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અહેવાલ મુજબ શોની કન્ટેસ્ટન્ટ અનુષ્કા કોરોનાની ઝપટમાં આવી છે. સમાચાર એ પણ છે કે હાલ અનુષ્કા સેનને કોરોના વાઇરસના લક્ષણ નથી, પરંતુ આ અભિનેત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે આ સમાચાર આવ્યા પછી બાકીના કન્ટેસ્ટન્ટ વચ્ચે ભયનો માહોલ છે.

અનુષ્કા કોરોના પોઝિટિવ આવતા ભયનો માહોલ

અહેવાલ મુજબ અનુષ્કાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી અભિનેત્રી ક્વારન્ટાઇનમાં જતી રહી છે. અનુષ્કાનો રિપોર્ટ પોઝિટવ આવ્યા પછી હવે શોના બાકીના કન્ટેસ્ટન્ટને પણ રિપોર્ટ કઢાવવો પડ્યો છે. સમાચાર મુજબ અનુષ્કાને છોડી બાકીના તમામ કન્ટેસ્ટન્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે અનુષ્કા પોઝિટિવ આવતા મેકર્સની ચિંતા વધી ગઇ છે. કારણ કે આ શો માટે તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું હતુ. તેમ છતાંય અભિનેત્રી પોઝિટવ આવી છે. હવે શો પર જોખમ તોળાઇ રહ્યું છે.

અનુષ્કાના શોમાંથી બહાર થવાના સમાચાર

તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે અનુષ્કા શોમાંથી એલિમિનેટ થઈ ગઈ છે. જોકે તેના પર મહોર નથી લાગી. મળતી માહિતી મુજબ અનુષ્કા સાથે બીજા 4 લોકોનું નામ બોટમમાં હતુ. આ સીઝનના મેકર્સે નક્કી કર્યું છે કે, ભલે કન્ટેસ્ટન્ટ એલિમિનેટ થઇ જાય, પરંતુ તેઓ ઘરે નહીં જાય. કારણ કે વાઇલ્ડ કાર્ડ માટે જો એ કન્ટેસ્ટન્ટને ફરી બોલાવવામાં આવે તો તે અહીંયા જ ઉપલબ્ધ હોય. જોકે હવે જ્યારે અનુષ્કા કોરોના પોઝિટિવ થઇ છે, તો બની શકે છે કે અભિનેત્રીને આ જ કારણસર શોમાંથી બહાર કાઢવામાં આવ્યો હોય.

થોડા સમય પહેલા જ કન્ટેસ્ટન્ટ શૂટિંગ માટે કેપ્ટાઉન પહોંચ્યા હતા. આ ટીવી રિયાલિટી શોમાં રાહુલ વૈદ્ય, નિક્કી તમ્બોલી, અભિનવ શુક્લા, સૌરભ રાજ જૈન, આસ્થા ગિલ, સના મકબૂલ, મહક ચહલ, વરુણ સૂદ, દિવ્યાંકા ત્રિપાઠી, શ્વેતા તિવારી અને વિશાલ આદિત્ય સિંહ આ વખતે શોમાં ભાગ લઇ રહ્યા છે.

Read Also

Related posts

BIG NEWS / આ તારીખે રાજ્યમાં યોજાશે ગુજરાતી ભાષાની “ઉચ્ચ શ્રેણી”ની પરીક્ષા, ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનો પાલન કરવા આદેશ

Dhruv Brahmbhatt

જલ્દી કરો! માત્ર 29 હજારમાં મળી રહ્યો છે iPhone! ઑફર જાણશો તો થઇ જશો ખુશ

Bansari

Kriti Sanon Birthday/ કૃતિ સેનન પાસે છે કરોડોની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!