રોહિત શેટ્ટીનો શો ખતરોં કે ખિલાડી 12 સતત ચર્ચામાં રહ્યુ છે. આ શો 2 જુલાઈથી કલર્સ ટીવી પર પ્રસારિત થશે, પરંતુ તે પહેલા આ શોને લગતા ઘણા અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

KKK 12માં ટેલિવિઝનની ઘણી મોટી હસ્તીઓ સ્ટંટ કરતી જોવા મળશે. ટેલિવિઝન સેલેબ્સ અને કોરિયોગ્રાફર્સ ઉપરાંત, આ વખતે સોશિયલ મીડિયા પ્રભાવકો ફૈઝલ શેખ અને જન્નત ઝુબૈર પણ શોમાં દેખાવાના છે.

ખતરોં કે ખિલાડી એક લોકપ્રિય ટીવી શો છે અને તેમાં ભાગ લેનારા સેલેબ્સને તગડી ફી ચૂકવવામાં આવે છે. ચાલો જાણીએ કે શો KKK 12 માં ખતરા સાથે રમનાર કયા સ્ટારે કેટલી ફી લીધી છે.

જન્નત ઝુબેર- ટીવીની ફુલવાથી સોશિયલ મીડિયા સ્ટાર બનેલી જન્નત KKK 12માં સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી છે. રિપોર્ટ્સ અનુસાર, જન્નત એક એપિસોડ માટે લગભગ 18 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

પ્રતીક સહજપાલ- બિગ બોસ 15 થી બધાનો ફેવરિટ બનેલો પ્રતીક, રોહિત શેટ્ટીના શોમાં ખતરાઓ સાથે રમવા માટે દર અઠવાડિયે 9 લાખ રૂપિયા ચાર્જ કરે છે. મતલબ આ તો કમાલ જ થઈ ગઈ.

ફૈઝલ શેખ- ફૈઝલ શેખ ખતરોં કે ખિલાડીના સૌથી મોંઘા સ્પર્ધકોમાંથી એક છે. રિપોર્ટ્સ અનુસાર, ફૈઝલ KKK 12માં દરેક એપિસોડ માટે લગભગ 17 લાખ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે.

શ્રીતિ ઝા- એકતા કપૂરના શો ‘કુમકુમ ભાગ્ય’થી ઘર-ઘરમાં જાણીતી બનેલી શ્રીતિ ઝા રોહિત શેટ્ટીના શોમાં દરેક ખતરા સામે લડવા તૈયાર જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રીતિ એક એપિસોડ માટે 5 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.

રૂબીના દિલેક- ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રૂબીના દિલેક પણ KKK 12માં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર, રૂબીનાને શો માટે દર અઠવાડિયે 10 થી 15 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

શિવાંગી જોશી- શિવાંગી એ લોકપ્રિય ટીવી અભિનેત્રીઓમાંની એક છે જે નાયરાના પાત્રથી દરેકની ફેવરિટ બની હતી. ખતરોં કે ખિલાડીનો ભાગ બનવા માટે શિવાંગી પ્રતિ એપિસોડ 10 થી 15 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

ખતરોં કે ખિલાડી શરૂ થાય તે પહેલા જ હિટ સાબિત થઈ રહી છે. શોના સ્પર્ધકો સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો પોસ્ટ કરીને દર્શકોને શો જોવા માટે સતત ઉત્તેજિત કરી રહ્યા છે. તમને શું લાગે છે આમાંથી કોણ જીતનો હુન્નર ધરાવે છે?
READ ALSO:
- નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ
- મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ