GSTV
Home » News » જાન્યુઆરી મહિનામાં ભાજપના નેતાઓ 1 લાખ લોકોના ઘરે જશે, આ છે કારણ

જાન્યુઆરી મહિનામાં ભાજપના નેતાઓ 1 લાખ લોકોના ઘરે જશે, આ છે કારણ

ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ૧ થી ૯ જાન્યુઆરી દરમિયાન ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકમાં સમગ્ર રાજ્યના ગ્રામ્ય-શહેરી વિસ્તાર એમ કુલ ૧ લાખ ખાટલા બેઠકો યોજાશે.

રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પત્રિકા સ્વરૂપે આપશે

આ ખાટલા બેઠકમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ-તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને પત્રિકા સ્વરૂપે વહેંચવામાં આવશે અને જનસંપર્ક દ્વારા સરકારની યોજનાઓ-કાર્યોથી માહિતગાર કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે અડાલજ ખાતે ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય સંમેલનમાં બૂથને વધુ મજબૂત કરવાની સલાહ આપી હતી. જેના ભાગરૂપે બૂથસંગઠન વધુ મજબૂત કઇ રીતે બને તેના માટેના પ્રયત્નો આ બેઠકમાં કરાશે. આમ, ૫૦ લાખ લોકોનો સીધો સંપર્ક ભાજપ દ્વારા કરાશે.

દિલ્હીમાં ગુજરાતમાંથી ૧ હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે

પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ‘આગામી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ૯ હજાર જેટલા શક્તિ કેન્દ્રોના નિમાયેલા ઇન્ચાર્જ સાથે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો-લોકસભાના પ્રભારી-ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ સાથે બેઠક યોજાશે. ૧૧-૧૨ જાન્યુઆરીના દિલ્હી ખાતે યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતમાંથી ૧ હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે. લોકસભાની ચૂંટણી અગાઉ જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં વિવિધ કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવાનું કામ સંગઠન દ્વારા કરાશે.

Related posts

ફૂલસ્પીડમાં ચાલતી બસમાં ડ્રાઈવર કરતો હતો ફોન પર વાત, એવું થયું કે એકનું મોત થયું અને 15 લોકો થયા ઇજાગ્રસ્ત

Nilesh Jethva

જે ગલીઓમાં બાળકોની રમવાની ગુંજ ઉઠતી હતી તે ગલીઓ આજે સ્વજનોના આક્રંદથી ગમગીન બની

Nilesh Jethva

દિગ્ગજ નેતાઓની બીજી પેઢી કાઠુ કાઢી શકી નહિ, રાજનિતીમાં વંશવાદને જાકારો કે શું?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!