Karwa Chauth Recipe: નવરાત્રી બાદ હવે જલ્દી કરવા ચોથનો તહેવાર આવવાનો છે. આ દિવસે મહિલાઓ પરિવારના લોકો માટે અનેક પ્રકારના વ્યંજન બનાવે છે. તમે પણ આ દિવસને ખાસ બનાવી શકો છો તે પણ એક સ્પેશિયલ રેસિપી સાથે. જેનું નામ છે ક્રિસ્પી નમકીન કચોરી. જી હા આ કચોરી એકદમ હલવાઇ જેવી ખસ્તા બનશે. ચાલો તમને જણાવીએ કે શું છે આ ખસ્તા કચોરીની રેસિપી….

ક્રિસ્પી નમકીન કચોરી બનાવવાની સામગ્રી
મેંદો- 1 કપ
ઘઉંનો લોટ- 1 કપ
મોણનું તેલ- 2 ચમચી
મીઠુ- સ્વાદ અનુસાર
અજમો- સ્વાદ અનુસાર

પૂરણની સામગ્રી
બેસન- 1 કપ
મીઠુ- સ્વાદ અનુસાર
લાલ મરચા- 2 નંગ
જીરુ
વરિયાળી
તલ
ધાણા
ગરમ મસાલો
મોણનું તેલ

ક્રિસ્પી નમકીન કચોરી બનાવવાની વિધી
ક્રિસ્પી નમકીન કચોરી બનાવવા માટે સૌથી પહેલા લોટમાં બધી સામગ્રી મિક્સ કરીને પૂરી જેવો લોટ બાંધીને અલગ રાખી દોય હવે બેસનમાં તમામ મસાલા સાથે એટલુ મોણ નાંખો કે તેના લુવા બની શકે. હવે તેને સારી રીતે મિક્સ કરીને નાના લુવા બનાવી દો.
હવે લોટના લુવા બનાવી પૂરી વણી લો. તેમાં બેસનનો લુવો મુકીને હાથથી ગોળ-ગોળ દબાવતા કચોરી બનાવી લો. એક કડાઇમાં તેલ ગરમ કરીને ધીમી આંચે કચોરી કુરકુરી થાય ત્યાં સુધી તળી લો. ગરમા-ગરમ કચોરી ખજૂર-આમલીની અને કોથમીર-મરચાની લીલી ચટની સાથે સર્વ કરો. આ કચોરીની ખાસ વાત એ છે કે તમે તેને સાત-આઠ દિવસ સુધી આરામથી ઉપયોગમાં લઇ શકો છો. તમે ઇચ્છો તો તેને ચાટની સામગ્રી નાંખીને તેને વધુ ચટપટી બનાવી શકો છો.
Read Also
- તમારા કામનું/ રેશન કાર્ડને લગતી હોય કોઇ સમસ્યા કે પછી રેશન ડીલર કોઇ આનાકાની કરે આ નંબર પર કરો ફરિયાદ, તરત આવશે નિવારણ
- ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ: ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગનો કર્યો નિર્ણય, ભારતનું પલડું ભારે
- મહારાષ્ટ્ર: ભિવંડીમાં 41 વર્ષના વ્યક્તિનું કોરોના વેક્સિન લીધા બાદ થયું મોત, પરિવાર શોકમગ્ન
- નોકરી વાળા લોકો માટે આ છે રોકાણના યોગ્ય વિકલ્પ, થશે મોટો ફાયદો
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસો નોંધાયા,૪૨ દિવસ બાદ સર્વોચ્ચ કેસ