GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

સૌરાષ્ટ્રના ખેડૂતોને વાયુ વાવઝોડું ફળ્યું, એક સપ્તાહમાં સર્જાયો નવો રેકોર્ડ

ગુજરાતમાં મોન્સુન સિઝન જામી હોવાથી ચોમાસું વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે આ સમયગાળામાં રાજ્યમાં માત્ર ૩.૦૮ લાખ હેક્ટર જ વાવેતર થયું હતું. જેની સ્થિતિમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૪.૯૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર સંપન્ન થઇ ગયું છે. ગત અઠવાડીયા સુધીમાં રાજ્યમાં માત્ર ૨.૪૪ લાખ હેક્ટર જ વાવેતર હતું. પરંતુ રાજ્યમાં મોન્સુન જામતા પડેલા વાવણીલાયક વરસાદના કારણે છેલ્લા અઠવાડીયામાં જ ૧૨.૫૫ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. રાજ્યના કુલ વાવેતર ૧૪.૯૯ લાખ હેક્ટરમાંથી ૧૩ લાખ હેક્ટર વાવેતર એકલા સૌરાષ્ટ્રમાં જ થયું છે! જેમાંથી ૧૦ લાખ હેક્ટર વાવાતર તો છેલ્લા અઠવાડીયા દરમિયાન જ થયું છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોએ ૧૩ લાખ હેક્ટરમાં વાવેતર કરી નાંખ્યું

‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના ખેડૂતો માટે આર્શિવાદરૂપ પુરવાર થયું હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. વાયુ વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પડી ગયેલા સાત-આઠ ઇંચ વરસાદના કારણે ખેડૂતોને વાવણીલાયક પાણી મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની ભારે અસર હતી. જેથી ત્યાં ભારે વરસાદ પડયો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ ૧૩ લાખ હેક્ટરમાં વાવેતર કરી નાંખ્યું છે. નોંધપાત્ર છે કે ગત અઠવાડીયા સુધીમાં સૌરાષ્ટ્રમાં માત્ર ૧.૨૦ લાખ હેક્ટરમાં જ વાવેતર થયું હતું. જે હાલમાં વધીને ૧૩ લાખ હેક્ટરે પહોંચી ગયું છે. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું મહત્તમ વાવેતર જોવા મળી રહ્યું છે.

ખેડૂતોએ આંખો મિંચીને વાવેતરમાં ઝંપલાવી દીધું

સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ૨૧૮ મીમી એટલેકે ૨૩.૭૧ ટકા વરસાદ પડી ચૂક્યો છે. જુનાગઢમાં ૧૨૮ મીમી, અમરેલીમાં ૭૦ મીમી, ભાવનગરમાં ૫૩ મીમી, બોટાદમાં ૪૮ મીમી, પોરબંદરમાં ૮૦ મીમી, રાજકોટમાં ૫૦, દેવભુમિ દ્વારકામાં ૪૧ મીમી સિઝનનો વરસાદ પડયો હોવાથી ત્યાં ખેડૂતોએ આંખો મિંચીને વાવેતરમાં ઝંપલાવી દીધું છે. રાજ્યભરમાં છવાયેલા મોન્સુનના કારણે અનેક જિલ્લાઓમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ ૭૩ મીમી વરસાદ પડયો હોવાથી ત્યાં પણ ખેડૂતો કેડ બાંધીને વાવણીમાં જોતરાઇ ગયા છે. બનાસકાંઠામાં ૫૩ મીમી, પાટણમાં ૪૬ મીમી, મહેસાણામાં ૭૧ મીમી, સાબરકાંઠામાં ૧૨૮ મીમી, અરવલ્લીમાં ૬૩ અને ગાંધીનગરમાં ૧૧૨ મીમી વરસાદ સિઝનનો અત્યાર સુધીમાં પડી ગયો છે. જેથી સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં વધુ વાવેતર જોવા મળી રહ્યું છે.

ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વાવેતર નહીવત થયું છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલમાં રાજ્યભરમાં મોન્સુન જામેલું છે. આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી છે. તેથી ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે ચોમાસું વાવેતર ૧૫ જૂનથી ૩૧ જુલાઇ સુધીમાં થતું હોય છે. રાજ્યનો કુલ સામાન્ય વાવેતર વિસ્તાર ૮૩ લાખ હેક્ટર જેટલો છે. જેમાંથી જૂન માસમાં જ ૧૪.૯૯ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. આમ આ વખતે ચોમાસું વાવેતર સારુ રહેવાની શક્યતા છે.

Related posts

સુરતમાં કોરોનાની વણથંભી રફ્તાર: દરરોજ 200 કેસનો સિલસિલો યથાવત, આ વિસ્તારોમાં સ્થિતિ ગંભીર

Bansari

હવે ઘરેબેઠા સ્માર્ટફોનથી બની જશે Ration Card, આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

Bansari

RBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર, SBI, HDFC, ICICI બેંકમાં હવે કેટલો ભરવો પડશે હપ્તો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!