GSTV
Home » News » અત્યાર સુધી ખરીફ વાવેતર 27 ટકા ઘટીને 234.33 લાખ હેક્ટરમાં થયુ

અત્યાર સુધી ખરીફ વાવેતર 27 ટકા ઘટીને 234.33 લાખ હેક્ટરમાં થયુ

છેલ્લા એક વર્ષમાં વરસાદની અછતને કારણે ખરીફ વાવેતર ર૭ ટકા ઘટીને ર૩૪.૩૩ લાખ હેક્ટરમાં વાવેતર થયુ હતું એવું તાજેતરના સરકારના આંકડા ઉપરથી જાણવા મળ્યુ છે. જુલાઈ અને ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેના કારણે આગામી દિવસોમાં વાવતેરમાં તેજી આવી શકે છે. સરકારે ૧૪ ખરીફ પાક માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. સાઉથ વેસ્ટ મોનસુનના આગમન પછી ખરીફ પાકના વાવેતરમાં તેજી આવવાની સંભાવના છે.

આઈએમડીના આંકડા અનુસાર, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ચોમાસુ ૩૩ ટકા ઘટયું છે. એગ્રિકલ્ચર મિનિસ્ટ્રીના આંકડા અનુસાર, ગત સપ્તાહના અંત સુધીમાં ખરીફ વાવેતર ર૩૪.૩૩ લાખ હેક્ટરમાં થયુ છે જ્યારે અગાઉના વર્ષના સામાન ગાળામાં ૩૧૯.૬૮ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયુ હતું. ઉલ્લેખનીય છે કે, ખરીફ પાકમાં સૌથી મહત્ત્વનું પાક ચોખા છે જેનું વાવેતર અત્યાર સુધી પર.૪૭ લાખ હેક્ટરમાં થયુ હતું. જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં ૬૮.૬૦ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવતેર થયુ હતું.

ચોખાનું વાવેતર છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઓડિશા, મધ્યપ્રદેશ, કર્ણાટક, અરૃણાચલ પ્રદેશ, બિહાર, અસાર, વેસ્ટ બંગાલ અને હિમાચલ પ્રદેશમાં થાય છે. ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં તુવેર, અડદ અને મગ સહિતના કઠોળનું વાવતેર ૭.૯૪ લાખ હેક્ટરમાં થયુ છે જ્યારે અગાઉની સીઝનના સમાન ગાળામાં ર૭.૯૧ લાખ હેક્ટરમાં કઠોળનું વાવેતર થયુ હતું. બીજી બાજુ બરછત અનાજનું વાવતેર ઘટીને ૩૭.૩૭ લાખ હેક્ટરમાં થયુ છે જ્યારે અગાઉ પ૦.૬પ હેક્ટરમાં બરછટ અનાજનું વાવતેર કરવામાં આવ્યુ હતું.

READ ALSO

Related posts

નવસારીમાં આકરા દંડથી બચવા લોકોએ આરટીઓ બહાર લગાવી લાંબી લાઈનો

Nilesh Jethva

મહીસાગર જીલ્લાના વરસાદની પધરામણી થતા ખેડૂતોની ચિંતા વધી

Nilesh Jethva

અચાનક જ રૂપિયાની જરૂર પડે તો? તમારા ઘરમાં રહેલી આ વસ્તુ પર તરત જ મળશે લોન, ગેરેન્ટરની પણ નહી પડે જરૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!