GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ખેડૂતો માટે ખુશખબર: ખરીફ પાકની વાવણીમાં 40%નો વધારો, માંદલા બનેલા ગામડાઓમાં આવા ફેરફારો આવશે

farmer

આર્થિક મંદીના યુગમાં કૃષિ ક્ષેત્ર તરફથી એક સારા સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ તેની નિશ્ચિત દિશામાં આગળ વધી રહ્યું છે. ખેડૂતોને સમયસર વરસાદ મળતાં ખરીફ પાકની વાવણી પહેલા 19 દિવસમાં 23 લાખ હેક્ટર થઈ ગઈ છે, આ વખતે ખરીફ સીઝનમાં વિક્રમી વાવણી થઈ રહી છે. ખરીફ પાકનું વાવેતર 131.34 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે, જે સરેરાશ કરતા 22.93 લાખ હેક્ટર વધુ છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ વધારો 21.15% સુધી રહ્યો છે. સરખામણી ગયા વર્ષના વાવણી સાથે 19 જૂન સુધી કરીએ, તો આ વધારો 40% કરતા વધારે છે.

19 લાખ હેક્ટરમાં થઇ વાવણી

ચોખાનું વાવેતર 10.05 લાખ હેક્ટરમાં થયું છે, જે સરેરાશ કરતા 2.50 લાખ હેક્ટર હોય છે. કઠોળનું વાવેતર 4.58 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે, જે સરેરાશ 0.64 લાખ હેક્ટરથી ઓછું છે. પરંતુ બરછટ અનાજની વાવણી ઓછી થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 19.16 લાખ હેક્ટર વિસ્તારમાં બરછટ અનાજનું વાવેતર થયું છે, જે સરેરાશ કરતા 8.34 લાખ હેક્ટર ઓછું છે. કૃષિ અર્થશાસ્ત્રીઓ માને છે કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે આ ખૂબ જ સારી બાબત છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મંદીમાં ઉદ્યોગ, સેવા ક્ષેત્રમાં સંકટ છે. જો કૃષિ ક્ષેત્રનો આ ઝડપી ગતિએ વિકાસ થાય છે, તો કૃષિ ક્ષેત્ર અર્થવ્યવસ્થામાં સુધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે, તે દેશને અને ખેડૂતોને મોટી રાહત આપશે.

ગ્રામીણ ભારતમાં સારી રહેશે પરિસ્થિતિ

ખેડુતો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સીઝન દરમિયાન 22 જૂનથી 23 જૂન વચ્ચે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ખરીફ પાકના વાવેતરમાં વધારો તાળાબંધીનો ભોગ બનનાર ખેડુતો માટે રાહત છે. જો દક્ષિણ મોનસૂન સીઝનનું આ વલણ આવતા કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહેશે તો ખેડૂતોની ઉપજ પણ વધુ સારી રહેશે. આવક પણ વધશે અને ગ્રામીણ ભારતમાં પરિસ્થિતિ વધુ સારી રહેશે. કૃષિ એ કુદરત આધારીત છે. જેને એક વરસાદ ઓછો આવે તો વિનાશ થઈ શકે, રોગચાળો ત્રાટકે તો પાકેલું અનાજ ધુળધાણી થઈ જાય છે. તેથી 4 મહિના પછી સાચી ખબર પડે તે અર્થશાસ્ત્રીઓ મોટી વાતો કરે છે પણ ખરેખર શું છે.

Read Also

Related posts

‘મર્દ’ને Coronaની ‘ઝંઝીર’ મુક્તિ માટે ફેન્સ ઇશ્વરની ‘અદાલત’માં, બિગ બી માટે દેશ કરી રહ્યો છે પ્રાર્થના

Arohi

અનેક દેશ ખોટી દિશામાં વધી રહ્યાં છે આગળ, કોરોનામાં નિષ્ફળ ગયા તો મોતના આંકનું વાવાઝોડું આવશે

Mansi Patel

સુશાંતના નિધન બાદ પહેલી વખત અંકિતા લોખંડેએ પોસ્ટ કરી આ ખાસ તસ્વીર, વાંચો શું લખ્યું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!