GSTV

ગુજરાત જીતવા ભાજપે સ્ટ્રેટેજી બદલી, લોકસભામાં હવે આ સમાજને આપ્યું પ્રાધાન્ય

amitshah

Last Updated on April 5, 2019 by Mayur Vora

ગુજરાતમાં જ્ઞાતિવાદનું રાજકારણ બદલાયું છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી હતી પરંતુ હવે ભાજપે ઓપા થિયરી અપનાવી છે. ખામમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ સમાજનો સમાવેશ હતો, જ્યારે ઓપામાં ઓબીસી, પાટીદાર અને આદિવાસીનો સમાવેશ થાય છે. રાજ્યમાં ચૂંટણી જીતવા માટે માધવસિંહ સોલંકીએ ખામ નું શસ્ત્ર ઉઠાવતાં કોંગ્રેસથી પાટીદારો વિમુખ બન્યા હતા. પાટીદારો એક નવા વિકલ્પની તલાશ કરતા હતા ત્યારે ભાજપનો ઉદય થયો હતો તેથી કોંગ્રેસથી વિમુખ થયેલા પાટીદારો ભાજપને સમર્થન આપતા રહ્યાં હતા.

amit shah

ઓબીસી વસતી અને મતદારો કોઇપણ ચૂંટણીમાં પ્રભાવી

ગુજરાતમાં આજે ઓબીસીની વસતીની સંખ્યા 43 ટકા થવા જાય છે જે સૌથી વધારે છે. તેના પછી 16 ટકા આદિવાસી વસતી છે અને 12.6 ટકા પાટીદારો છે. રાજ્યમાં મુસ્લિમ વસતીની સંખ્યા 10 ટકા છે. એસસીની વસતી આઠ ટકા તેમજ ક્ષત્રિયોની સંખ્યા છ ટકા છે. એ ઉપરાંત બે ટકા બ્રાહ્મિન, બે ટકા વાણિયા, એક ટકો જૈન, 0.52 ટકા ક્રિશ્ચિયન, 0.05 ટકા બૌદ્ધ અને અન્ય સમાજની 1.83 ટકા વસતી છે. બદલાતા સમયમાં આજે ઓબીસી વસતી અને મતદારો કોઇપણ ચૂંટણીમાં પ્રભાવી બન્યા છે. લોકસભાની 26 બેઠકોમાં તમામ જગ્યાએ ઓબીસી અને પાટીદારોની વસતી જોવા મળે છે. ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી પદે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમણે ભાજપની પાટીદારોની પાર્ટીની વ્યાખ્યા બદલી નાંખી હતી, કેમ કે માત્ર પાટીદારોથી સત્તા હાંસલ થઇ શકે તેમ ન હતી. ગુજરાતમાં ઓબીસીની સંખ્યા વધતી જતી હતી. મોદીએ ભાજપમાં પરિવર્તન કરાવીને અન્ય સમાજના આગેવાનોને પાર્ટીમાં સામેલ કરી કોંગ્રેસની વોટબેન્ક તોડી હતી.

ભાજપની નવી ઓપા થિયરીની શરૂઆત થઇ ચૂકી છે

ભાજપે ઓબીસી, પાટીદાર અને આદિવાસીના જોરે રાજ્ય વિધાનસભાની ત્રણ અને લોકસભાની એક ચૂંટણીમાં સફળતા મેળવી છે. હવે 2019માં ભાજપનું કાર્ડ ઓબીસી, પાટીદાર અને આદિવાસી છે. આ કોમ્બિનેશન ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતા માધવસિંહની ખામ થિયરીનો અસ્ત થયો છે અને ભાજપની નવી ઓપા થિયરીની શરૂઆત થઇ ચૂકી છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે. કોંગ્રેસ પ્રત્યેક ચૂંટણી હારે છે તેનું મુખ્ય કારણ ઓબીસી, પાટીદાર અને આદિવાસી સમાજ છે. આ સમાજ પહેલાં કોંગ્રેસ પાસે હતો પરંતુ મોદીના આવ્યા પછી તે ભાજપમાં ભળતો ગયો છે. જો કે રાજ્યમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં જોવામાં આવ્યું છે કે આદિવાસી સમાજ કોંગ્રેસ તરફ પાછો ફરી રહ્યો છે. ભાજપને તેની ચિંતા હોવાથી લોકસભામાં આદિવાસી ઉમેદવારને વધારે મહત્વ આપ્યું છે.

Related posts

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta

દેવાના ભાર તળે અન્નદાતા / દેશના ખેડૂતો પર 17 લાખ કરોડનું દેવું, લોન માફ નહીં કરે કેન્દ્રની મોદી સરકાર: ગુજરાતના ધરતીપુત્રોના માથે આટલું દેવું

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!