GSTV
India News ટોપ સ્ટોરી

ઈન્દિરાના શાસનમાં બન્યો હતો અમૃતપાલ પર લગાવાયેલો NSA કાયદો, જાણો તેની જોગવાઈથી લઈ સજા અને ઈતિહાસ સુધી બધું જ

‘વારિસ પંજાબ દે’ના સ્વયંભૂ મુખિયા અમૃતપાલ સિંહ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA- national security law) લગાવી દેવામાં આવ્યો છે. પંજાબ સરકારે મંગળવારે હાઈકોર્ટમાં તેની જાણકારી આપી. એટલું જ નહીં, અમૃતપાલ વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે.

જો કે, આટલા મોટા સર્ચ ઑપરેશન બાદ પણ અમૃતપાલ હજુ સુધી પોલીસની પકડમાંથી બહાર છે. પોલીસે જણાવ્યું કે અમૃતપાલને ભાગવામાં મદદ કરનારા તેના ચાર સાથીઓની પણ ધરપકડડ કરી લીધી છે. અત્યાર સુધીમાં અમૃતપાલના 154 સમર્થકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

કહેવાઈ રહ્યું છે કે અમૃતપાલે ત્રણ ગાડીઓ બદલી. તેણે ગુરૂદ્વારામાં કપડા પણ બદલ્યા. અને બાદમાં પોતાના ત્રણ સાથીઓ સાથે બે બાઈકથી ભાગી ગયો.

જેથી, શનિવારથી અમૃતપાલને પકડવા માટે ચલાવવામાં આવેલા ઑપરેશનમાં પોલીસને અત્યાર સુધીમાં કંઈ ખાસ સફળતા નથી મળી, કારણ કે તે હજુ સુધી ફરાર છે. જો કે, સરકારે તેના પર એનએસએ જરૂર લગાવી દીધો છે. ખૂબ જ સખત કાયદો માનવામાં આવે છે.

આ કાયદા અંતર્ગત પોલીસ શંકાસ્પદ વ્યક્તિને 12 મહિના સુધી કસ્ટડીમાં રાખી શકે છે. કસ્ટડીમાં રાખવા માટે બસ જણાવવાનું હોય છે કે આ વ્યક્તિને જેલમાં રાખવામાં આવ્યો છે. શું છે આ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અને તેને કઈ રીતે ગુનેગારો વિરૂદ્ધ ઉપયોગ કરવામાં આવે છે, જાણીએ…

શું છે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો?

  • નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા), એક એવો કાયદો છે જે અંતર્ગત કોઈ ખાસ જોખમના કારણે વ્યક્તિને કસ્ટડીમાં લઈ શકાય છે. જો પ્રશાસનને લાગે છે કે કોઈ શખ્સના કારણે દેશની સુરક્ષા અને સદ્ભાવને જોખમ થઈ શકે છે, તો એવું થયા પહેલા જ તે શખ્સને રાસુકા અંતર્ગત કસ્ટડીમાં લઈ લેવામાં આવે છે.
  • આ કાયદાને 1980માં દેશની સુરક્ષા માટે સરકારને વધારે અધિકાર આપવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો હતો. આ કાયદાનો ઉપયોગ પોલીસ કમિશ્નર, ડીએમ કે રાજ્ય સરકાર કરી શકે છે. જો સરકારને લાગે કે કોઈ વ્યક્તિ વગર કોઈ મતલબે દેશમાં રહે છે અને તેની ધરપકડ કરવાની જરૂર છે તો તેની પણ ધરપકડ કરી શકે છે. કુલ મળીને કાયદો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં કે ધરપકડ કરવાનો અધિકાર આપે છે.

શું છે આ કાયદાનો ઈતિહાસ?

  • આ એક પ્રિવેન્ટિવ કાયદો છે, જેનો અર્થ થાય છે કે કોઈ ઘટનાના બન્યા પહેલા જ શંકાસ્પદની ધરપકડ કરી શકાય છે. આ કાયદાનો ઈતિહાસ બ્રિટિશ શાસન સાથે જોડાયેલો છે.
  • 1881માં બ્રિટિશર્સે બંગાળ રેગુલેશન થર્ડ નામનો કાયદો બનાવ્યો હતો. તેમાં ઘટના બન્યા પહેલા જ ધરપકડની વ્યવસ્થા હતી. પછી 1919માં રૉલેટ એક્ટ લાવવામાં આવ્યો. તેમાં ટ્રાયલની વ્યવસ્થા સુધી નહોતી. એટલે કે, જેને કસ્ટડીમાં લેવામાં આવ્યો, તે કોર્ટ પણ નહોતો જઈ શકતો. આ કાયદાના વિરોધના કારણે જ જલિયાંવાલા બાગ કાંડ થયો હતો.
  • ભારત જ્યારે આઝાદ થયો તો પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂની સરકારમાં 1950માં પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ આવ્યો. 31 ડિસેમ્બર 1969એ તેની અવધિ ખતમ થઈ ગઈ. 1971માં ઈંદિરા ગાંધીના પ્રધાનમંત્રી રહેતા મેન્ટેનેન્સ ઑફ ઈન્ટરનલ સિક્યોરિટી એક્ટ એટલે મીસા આવ્યો. 1975માં ઈમરજન્સી દરમિયાન રાજનીતિક વિરોધીઓ વિરૂદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો.
  • 1977માં જ્યારે જનતા પાર્ટીની સરકાર બની, ત્યારે આ મીસા એક્ટને ખતમ કરી દેવામાં આવ્યો. 1980માં પછી ઈન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા. ત્યારે તેમની સરકારમાં 23 સપ્ટેમ્બર 1980એ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો સંસદમાંથી પાસ થયો. 27 ડિસેમ્બર 1980એ આ કાયદો બની ગયો.

શું છે આ કાયદામાં જોગવાઈ?

  • આ કાયદા અંતર્ગત કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને 3 મહિના સુધી વગર જામીને કસ્ટડીમાં રાખી શકાય છે. જરૂર પડવા પર તેની અવધિ 3-3 મહિના માટે વધારી શકાય છે.
    -આ કાયદા અંતર્ગત કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિને 12 મહિના સુધી જેલમાં રાખી શકાય છે. કસ્ટડીમાં રાખવા માટે શંકાસ્પદ પર આરોપ નક્કી કરવાની જરૂર પણ નથી હોતી.
    -ધરપકડ બાદ રાજ્ય સરકારે જણાવવું પડે છે કે આ વ્યક્તિને જેલમાં રાખવામાં આવ્યો છે અને તેને ક્યા આધાર પર ધરપકડ કરવામાં આવ્યો છે.
    -કસ્ટડીમાં લેવાયેલો વ્યક્તિ ફક્ત હાઈકોર્ટના એડવાઈઝરી બોર્ડ સામે અપીલ કરી શકે છે. તેને વકીલ પણ નથી મળતો. જ્યારે કેસ કોર્ટમાં જાય છે ત્યારે સરકારી વકીલ કોર્ટને મામલાની જાણકારી આપે છે.

શું હોય છે સજા?

NSA અંતર્ગત કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિને 3 મહિના સુધી જેલમાં રાખવામાં આવી શકે છે. ત્યાર બાદ જરૂર પડવા પર તેને 3-3 મહિના માટે વધારી શકાય છે, પણ કોઈ પણ પરિસ્થિતિમાં 12 મહિનાથી વધારે જેલમાં નથી રાખી શકાતો.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV