GSTV
India News Trending

પંજાબના લુધિયાણા કોર્ટમાં થયેલા બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનુ બહાર આવ્યુ

જાબના લુધિયાણા કોર્ટમાં થયેલા બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનુ બહાર આવ્યુ છે. સુરક્ષા એજન્સીઓનુ કહેવુ છે કે, જર્મનીમાં રહેતા ખાલિસ્તાન સમર્થક આતંકી જસવિન્દર સિંહે આ બ્લાસ્ટમાં મહત્વનો રોલ ભજવ્યો છે.

Police identify man killed in Ludhiana court complex blast - The Hindu

મૂળે પંજાબનો રહેવાસી જસવિન્દર સિંહ પાકિસ્તાનના નેટવર્કનો ઉપયોગ કરીને ભારતમાં હથિયારો અને વિસ્ફટકો પણ ઘૂસાડી રહ્યો છે. એવુ કહેવાય છે કે, આ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને તે આતંકી હુમલા કરાવવાની યોજના બનાવી રહ્યો છે.તેણે એક ખેડૂત આગેવાનને પણ ટાર્ગેટ કર્યા હતા.

ખાલિસ્તાની પરિબળો દ્વારા પંજાબમાં અશાંતિ ફેલાવવાના પ્રયત્નો પર નજર રાખવામાં આવી રહી છે.પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ પંજાબમાં આતંક ફેલાવવા માટે દોરી સંચાર કરી રહ્યા છે.આ વર્ષે પંજાબમાં 42 વખત ડ્રોન દેખાયા છે અને કેટલાક મામલા રિપોર્ટ નથી થયા.આ ડ્રોનનો ઉપયોગ વિસ્ફોટકો અને હથિયારો ડ્રોપ કરવામાં થયો છે. ઉલ્લેખનીય છે કે, લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ માં એક વ્યક્તિનુ મોત થયુ હતુ અને પાંચ ઘાયલ થયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari
GSTV