GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

હવે રક્ષકો જ કોરોનાની ઝપેટમાં : ખાડિયાના PIનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સમગ્ર પોલીસ સ્ટેશનને ક્વારન્ટાઈન કરાયું

અમદાવાદમાં હવે જનતાનું રક્ષણ કરનારા જ કોરોનાના ભક્ષણ બનતા જાય છે. રાજ્યમાં દિવસે અને દિવસે સામાન્ય જનતાની માફક પોલીસ પણ સંક્રમિત થઈ રહી છે. જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા એક મહિનાથી રસ્તા પર લોકો માટે કોરોના સામે લડી રહેલી ગુજરાત પોલીસમાં હવે કોરોનાએ પગપેસારો કર્યો છે.

ખાડિયા પોલીસ ઈન્સપેક્ટર કોરોનાની ઝપેટમાં

પોલીસને કોરોના થાય તે હરોળમાં હવે પ્રથમવાર પોલીસ ઈન્સ્પેક્ટરને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ પિયુષ સોલંકીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને હાલ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ત્રણ દિવસ સુધી રિપોર્ટ નહોતો આવ્યો

આ વાત આટલેથી અટકતી નથી. એક પોલીસ કર્મચારીનો રિપોર્ટ ત્રણ ત્રણ દિવસ સુધી નહોતો આવ્યો. ઉપરથી તેઓને લેવા 108 એમ્બયુલન્સ પણ સમયસર ન આવતા પોલીસ સ્ટેશનની બહાર તેમને રાહ જોવી પડી હતી. પરિણામે તંત્રની ચુસ્ત કામગીરીના પણ લીરેલીરા ઉડી ગયા હતા. હાલ તો ખાડિયા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે.

આ પહેલાં ટ્રાફિક પોલીસનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ખાડીયા પોલીસ સ્ટેશનના છ પોલીસ કોન્સ્ટેબલ સહિત 16 પોલીસ જવાનોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ વિભાગમાં પણ દહેશત વાપી જવા પામી છે, કારણકે બે દિવસ પહેલા એસ.જી. હાઈવે પર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને આરોગ્ય વિભાગ દ્વારા તેમની સાથે ફરજ બજાવતા હેબતપુર પોલીસ ચોકીના PSI સહિત નવ પોલીસ કર્મચારીઓને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. 16 પોલીસ કર્મચારીઓની સાથે સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો સહિત અનેક લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ખાનગી બસો દોડાવવા અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ સમય દરમિયાન જ મળશે છૂટ

Bansari

રાત્રી કર્ફ્યુના ઉડ્યા લિરાલિરા: 30 શખ્સોએ મોડી રાત્રે ઉજવ્યો બર્થ-ડે, તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ

Bansari

રાજ્યમાં Coronaની સૌથી અસરકારક દવાની જ છે અછત, હકીકત શું છે? જુઓ GSTVનો રિયાલિટી ચેક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!