GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ખાદીના માસ્ક અને દેશી ઘી વૈશ્વિક પ્રોડક્ટ બનશે, મોદી સરકારે તૈયારીઓ શરૂ કરી

માસ્ક

વૈશ્વિક બજાર મેળવવા માટે ખાદી ઉત્પાદનો અને દેશી ઘીને કેન્દ્ર સરકાર મહત્વ આપવા માંગે છે. ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ વિનય સક્સેનાના જણાવ્યા મુજબ, “દેશમાં 8 લાખ ખાદી માસ્ક માટે ઓર્ડર મળ્યા છે. 6.5 લાખ માસ્ક બનાવ્યા છે. યુરોપ અમેરિકા, મધ્ય પૂર્વના બજારમાં માસ્ક પુરા પાડવાની તૈયારી કરે છે. ખાદી માસ્ક બે સ્તરો અને ત્રણ સ્તરોના છે. ડબલ ટ્વિસ્ટેડ ફેબ્રિક બનાવવામાં આવે છે. એ રીતે તે બનાવવામાં આવે છે કે તેમાં જરૂરી ભેજ રહે છે. જેથી હવા અંદર અને બહાર વહી જાય છે.”

ખાદીના માસ્ક સ્ત્રીઓ માટે ખાસ આકર્ષક શ્રેણી બનાવી છે. પુરુષો માટે અલગ રેંજ છે. રેશમી કપડાથી બનેલા માસ્ક પણ તૈયાર કરાયા છે. તેની વિશેષતા એ છે કે તે હાથથી બનાવવામાં આવે છે. ખાદી ઉત્પાદનોની દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ માંગ છે, તેથી હવે ખાદીના માસ્કને વૈશ્વિક સ્તરે લઈ જવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગના સચિવ અતુલ ચતુર્વેદીએ જાહેર કર્યું છે કે, યુરોપના ઓલિવ ઓઇલની જેમ ભારત દેશી ઘીનું માર્કેટિંગ કરશે. દેશી ઘીના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે. રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. જો દેશી ઘીની વૈશ્વિક માંગ ઊભી કરવામાં આવશે. જેનાથી ખેડૂત, ડેરી વ્યવસાયને મોટો ફાયદો થશે.

વિદેશી ઘીને ક્લીફાઇડ માખણ કહેવામાં આવે છે. ભારતનું ઘી અલગ છે. દેશી ગાયનું ઘી, હૃદય માટે વધારે સારું છે. કોલેસ્ટરોલ ઘટાડે છે. વિટામિન કે 2 છે. જે હાડકાં માટે ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. નસકોરાને રોકવા દેશી ગાયનું ઘી સારી દવા છે. મગજને તેજ બનાવે છે. મગજ શક્તિ કે યાદ શક્તિ વધારવાનું કામ કરે છે. એવું નિષ્ણાતો માને છે.

Related posts

વિદેશ મંત્રાલયના બે કર્મચારીઓનો Corona ટેસ્ટ પોઝિટિવ, ઘરે જ કરાયા ક્વોરન્ટાઈન

Arohi

મોદી સરકારના 6 વર્ષ પૂર્ણ: 32,688 બેન્ક ફ્રોડ સાથે સામાન્ય માણસના 2 લાખ 70 હજાર કરોડ ડૂબ્યા

Ankita Trada

China સાથેનાં સીમા વિવાદને લઈને અમેરિકન રક્ષામંત્રીએ રાજનાથસિંહ સાથે કરી વાતચીત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!