GSTV
Bollywood Entertainment Trending

KGF Chapter 3: માર્વલ યુનિવર્સ જેવી હશે રોકીભાઈની કેજીએફ 3, પ્રોડ્યુસરે શૂટિંગથી લઈને ફિલ્મ રિલિઝ સુધીનો બતાવ્યો આખો પ્લાન

સુપર સ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2ની જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. 14 મે ના રિલિઝ થયેલી આ ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર સારો પ્રતિસાદ મળતાં કેટલાય રેકોર્ડને ધ્વસ્ત કરી દીધા છે. કેજીએફ કમાણી મામલે આમિરખાનની દંગલને પણ પાછળ રાખી દીધી છે. હવે ફિલ્મ મેકર એના ત્રીજા પાર્ટને લઈને તૈયારીઓ કરી રહ્યા છે. કેજીએફ ચેપ્ટર 2’ના નિર્માતા વિજય કિરાગન્દુરે જણાવ્યું કે ‘KGF ચેપ્ટર 3’ મોટા પાયે બનાવવામાં આવશે, જે માર્વેલ યુનિવર્સ ફિલ્મોની તર્જ પર હશે. વિજય Hombale Filmsના ફાઉન્ડર છે જે કેજીએફ ફિલ્મ્સનુ પ્રોડક્શન કરે છે.

KGF

KGF 2 ના પ્રોડ્યુસર વિજય કિરાગન્દુર એ આ વાતની પુષ્ટિ કરી દીધી છે કે ફિલ્મનો વધુ એક પાર્ટ બનશે. પ્રોડ્યુસર વિજયએ કહ્યુ છે કે તેઓ પોતાની આ બ્લોકબસ્ટર ફિલ્મથી માર્વલ જેવી ફ્રેંન્ચાઈઝી બનાવવા ઈચ્છે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે એલાન કર્યુ કે આ વર્ષે ઓક્ટોબરમાં KGF3 નુ શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે અને 2024માં આ ફિલ્મને રિલીઝ પણ કરી દેવામાં આવશે.

વિજયે કહ્યું કે તે તેની ફિલ્મને માર્વેલ સ્ટાઈલની ફ્રેન્ચાઈઝી બનાવવા માંગે છે. તેણે એ પણ જણાવ્યું કે અમે માર્વેલ જેવું બ્રહ્માંડ બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે અલગ-અલગ ફિલ્મોમાંથી અલગ-અલગ પાત્રો લાવવા માંગીએ છીએ અને ‘સ્પાઇડર-મેન હોમ કમિંગ’ અને ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ જેવી ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ જેવું કંઈક બનાવવા માગીએ છીએ જેથી અમે શક્ય તેટલા વધુ દર્શકો સુધી પહોંચી શકીએ.

1000 કરોડના પાર પહોંચી ફિલ્મ

KGF Chapter 2 આ વર્ષે 14 એપ્રિલે રિલીઝ કરવામાં આવી હતી અને પબ્લિકનો જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મે 50 કરોડ રુપિયાની કમાણીની સાથે ઓપનિંગ કરી અને જોતા જ 1000 કરોડનો આંકડો પાર કરી ગઈ. સંજય દત્ત, પ્રકાશ રાજ, રવીના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને માલવિકા અવિનાશ સ્ટારર આ ફિલ્મને કેટલીક અલગ-અલગ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે.

અત્યારે સાલારના શૂટિંગમાં વ્યસ્ત છે નીલ

ગયા સપ્તાહે આ ફિલ્મનુ હિંદી ડબિંગ વર્જન 400 કરોડનો આંકડો પાર કરી ચૂક્યુ છે. ફિલ્મનુ નિર્દેશન કરનારા પ્રશાંત નીલે ગયા દિવસોમાં KGF 3 ની રિલીઝ ડેટ વિશે પૂછવા પર જણાવ્યુ કે તેઓ અત્યારે ફિલ્મ સાલારની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનુ 30-35 ટકા ભાગ શૂટ કરવામાં આવી ચૂક્યુ છે અને આગામી શેડ્યુલ જલ્દી જ શૂટ કરવાનુ શરૂ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યુ કે આ વર્ષે ઓક્ટોબર સુધી આનુ શૂટિંગ ખતમ કરી લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV