ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુરૂપ ભાજપ સહિત વિવિધ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં અરવલ્લીમાં ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય સ્વર્ગસ્થ અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા આજે ભાજપમાં જોડાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે.

કેવલ જોષિયારા સાથે અરવલ્લી કોંગ્રેસના હોદ્દેદારો સહિત 1500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાશે
કેવલ જોષિયારા સાથે અરવલ્લી કોંગ્રેસના હોદ્દેદારો સહિત 1500 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાશે. સી.આર.પાટીલ આજે અરવલ્લીની મુલાકાતે જવાના છે. ત્યારે ભિલોડામાં તેમના કાર્યક્રમમાં કેવલ જોશિયારા સહિતના અગ્રણીઓનું ભાજપમાં સ્વાગત કરશે.

ચૂંટણી વ્યુહ રચનાના ભાગરૂપે છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં જોડાવવા અગ્રણીઓ, કાર્યકરોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. ભિલોડાના આર દી બારોઠ એજ્યુકેશન કેમ્પમાં આજે સવારે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, આદિજાતી મંત્રી નરેશ પટેલ, આરોગ્ય મંત્રીવ ઋષિકેશ પટેલ અને જિલ્લાના પ્રભારી કુબેર ડીંડોર ઉપસ્થિત રહેશે તેવા અહેવાલ સામે આવ્યા છે.
READ ALSO
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા
- રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત
- વરસાદની મજા ડબલ કરી નાંખશે ચટપટા મસાલા પાવ, સાંજની ચા સાથે આ રેસિપી કરાવી દેશે મોજ
- શિવસેનાના બાગીઓને SCએ અયોગ્યતા નોટિસના જવાબ માટે 14 દિવસનો સમય આપ્યો