ભિલોડા ખાતે સી.આર પાટીલના કાર્યક્રમમાં ખિસ્સા કાતરુંઓએ હાથ ફેરો કર્યો હતો. ભાજપમાં જોડાયેલા કેવલ જોશીયારાના ખિસ્સામાંથી 21 હજાર રૂપિયા ચોરાયા હતાં. આ ઉપરાંત કેવલ જોશીયારાની બે બહેનોના 50-50 હજાર રૂપિયા પણ ચોરાયા હતા. કેવલ જોસિયારના જીજાજીનો 40 હજારનો રૂપિયાનો મોબાઈલ ચોરાયો હતો. અંદાજે કુલ 1.70 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ખિસ્સાકાતરું પલાયન.

કાર્યક્રમમાં જોડાયેલા અન્ય 30થી વધુ લોકોના પાકીટ પણ ચોરાયા હોવાની ફરિયાદો થવા પામી છે. કેવલ જોશીયારાના જીજાજીએ ભિલોડા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. આજે ભિલોડા ખાતે સી.આર પાટીલના હસ્તે કેવલ જોશીયારાનો ભાજપમાં જોડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત