કેવડીયા કોલોની જતા પહેલા આ વાંચી લો… ક્યાંક ધક્કો ના પડે

કેવડીયા કોલોની ખાતે વિવિધ રાજ્યોના ભવનના નિર્માણ સામે સ્થાનિક લોકોનો રોષ વધ્યો છે. ભવનના નિર્માણ સામે કેવડિયા ગામમાં બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. એલાનના કારણે કેવડીયા સજ્જડ બંધ રહ્યું. ગામના વેપારી અને દુકાનદારોએ બંધના એલાનને સમર્થન આપતા બંધને સફતા મળી હતી.

મહત્વપૂર્ણ છે કે, નર્મદા જિલ્લાના કેવડીયા કોલોનીમાં આજથી 3 દિવસ ઓલઇન્ડિયા DG કોન્ફરન્સનો પ્રારંભ થઇ રહ્યો છે. જો કે DG કોન્ફરન્સ પૂર્વે કેવડીયામાં વિરોધ વંટોળ ઉઠ્યો છે.

કેવડિયા ગામને સ્થળાંતરીત કરી વિવિધ રાજ્યોના ભવન બનાવવા સામે વિરોધ વધ્યો છે. આજથી 3 દિવસ ગરુડેશ્વર તાલુકો બંધ રાખવાનું એલાન પણ કરાયુ છે. જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એક ઇંચ પણ જમીન નહિ આપીએ તેવી ગ્રામજનોએ ચીમકી આપી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter