GSTV

કેશુભાઇના ખભે બેસી ઘણા મુખ્યમંત્રી-રાજયપાલ બન્યા છે, કેશુભાઇ ન હોત તો આજે ભાજપ ન હોત, મને આ કાંડનો અફસોસ

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ શંકરસિહ વાઘેલાએ જૂની રાજકીય ઘટનાઓને તાજા કરતાં કહ્યું કે, કેશુભાઇ સાથે મારો ઘણો નજીકનો નાતો રહ્યો છે.એટલુ ંજ નહીં, 55 વર્ષના સુખદુખનો સાથીદાર રહ્યો છું. એ જમાનામાં કાર્યકરો કેશુભાઇ અને મને પક્ષ તરીકે ઓળખતાં. પ એટલે પટેલ અને ક્ષ એટલે ક્ષત્રિય. શંકરસિંહે એમ પણ કહ્યું કે,કેશુભાઇ પટેલના ખભે બેસીને ઘણાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ બન્યાં છે.

કેશુભાઇ સાથે મારો ઘણો નજીકનો નાતો રહ્યો છે

રાજકોટમાં મને સંઘમાં તાલીમ માટે મૂકવામાં આવ્યો ત્યારે સંગઠનમાં કેવી રીતે કામ કરવા તે મે ઘણું જ શિખ્યુ હતું તે અંગેનો ઉલ્લેખ કરતાં શંકરસિંહ વાઘેલા જણાવ્યું કે, કેશુભાઇ પટેલ ન હોત તો આજે કદાચ ભાજપ ન હોત .

કેશુભાઇ પટેલ ન હોત તો આજે કદાચ ભાજપ ન હોત

મૌલિક વિચાર ધરાવતાં કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવાયા તે ઘટના ખુબ જ દુખદ હતી. તે દિવસોની યાદ તાજા કરતાં તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે કેશુભાઇ પટેલ અમેરિકા જઇ રહ્યાં હતાં ત્યારે મે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે, તમે જ્યારે પરત ફરશો ત્યારે મુખ્યમંત્રી નહી હોવ. કેટલાંય ધારાસભ્યો દુખી છે.

શંકરસિંહ વાઘેલાએ જૂની યાદો અંગે જણાવ્યું કે ,ભૂકંપના નામે દિલ્હીમાં ઇમેલ કરીને વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની કાન ભંભેરણી કરવામાં આવી હતી જેના કારણે તેમણે મુખ્યપ્રધાન ગુમાવવું પડયું હતું. છેલ્લે તેઓ એટલા દુખી હતા કે, તેમણે મને કહ્યું હતું કે, આ હીટલરશાહી પક્ષમાં મારે રહેવું નથી. એટલે જ તેમણે ભાજપમાંથી રાજીનામુ આપીને ગુજરાત પરિવર્તન પક્ષની રચના કરી હતી.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!