GSTV
Home » News » Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો

Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો

વેસ્ટઇન્ડીઝ સામે બીજી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી કંઇ ખાસ ઉકાળી નથી શક્યો અને 19 રન બનાવીને આઉટ થઇ ગયો. આ મેચમાં કોહલીને તે જ બોલરે પેવેલિયન ભેગો કર્યો જેના નામનું પત્તુ ખુદ વિરાટે ગત મેચમાં ફાડ્યુ હતુ. આ બોલર બીજુ કોઇ નહી કેસરિક વિલિયન્સ છે. હકીકતમાં હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં વિરાટ કોહલીએ પત્તુ ફાડવાના અંદાજમાં સેલિબ્રેટ કર્યુ હતુ અને વેસ્ટઇન્ડીઝના બોલર કેસરિક વિલિયમ્સે પોતાનો 2 વર્ષ જૂનો હિસાબ બરાબર કર્યો.

પરંતુ આગામી મેચમાં કેસરિક વિલિયમ્સે પણ વિરાટ કોહલીને આઉટ કરીને પોતાનો બદલી લીધો. કેસરિક વિલિયમ્સે તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતીય ઇનિંગ દરમિયાન 14મી ઓવરના બીજા બોલ પર વિરાટ કોહલીને લેંડલ સિમંસના હાથે કેચ આઉટ કરાવી દીધો.

કોહલીને આઉટ કર્યા બાદ કેસરિક વિલિયમ્સને પોતાના મોઢા પર આંગળી રાખતાં વિરાટ તરફ ઇશારો કર્યો. કેસરિક વિલિયમ્સે આ રીતે કોહલીના ‘પત્તા ફાડ’ સેલિબ્રેશનનો બદલો લીધો. કેસરિક વિલિયમ્સે વિરાટ કોહલીને જવાબ આપતાં મોઢુ બંધ રાખવાનું રિએક્શન આપ્યું.

શું હતો સમગ્ર મામલો

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટી-20માં કેપ્ટન કોહલી ભારતને જીત અપાવવાના સંકલ્પ સાથે બેટિંગ માટે ઉતર્યો હતો. તેણે વેસ્ટઈન્ડીઝના લક્ષ્યને મેળવવા માટે પોતાનું એડી-ચોટીનું જોર લગાવી દીધું. પોતાની તોફાની બેટિંગ દરમિયાન તે એ સમયે ગુસ્સે થઈ ગયો, જ્યારે કેસરિક વિલિયમ્સ 13 મી ઓવરમાં તેની સાથે અથડાયો અને તે પણ પિચ પર.

વાસ્તવમાં, 13 મી ઓવરમાં કોહલી અને કેસરિક વિલિયમ્સ પિચની બરાબર વચ્ચે એકબીજા સાથે અથડાયા. કારણકે બૉલર બૉલ પકડી રહ્યો હતો, જ્યારે બેટ્સમેન એક રન માટે દોડી રહ્યા હતા. કોહલીએ તરત જ અંપાયરને ફરિયાદ કરી. વિલિયમ્સએ માફી માંગતાં તરત જ હાથ ઊંચો કર્યો. છતાં કોહલીની આક્રમકતામાં જરા પણ ઘટાડો ન જણાયો.

કોહલીએ વિલિયમ્સની પછીની ઓવરમાં જબરદસ્ત બેટિંગ કરી. ભારતને (16 મી ઓવરમાં) 30 બૉલમાં 54 રનની જરૂર હતી. એ ઓવરના પહેલા બૉલમાં કોહલીએ ફોર મારી, બીજા બૉલમાં સિક્સ. વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓ જોતા જ રહી ગયા.

ત્યારબાદ કોહલીએ એવું કર્યું, કે તેને જોઇને બધા દંગ રહી ગયા. કોહલીએ ‘નોટબુક ઉત્સવ’ ઉજવ્યો, જેનાથી હૈદરાબાદની ભીડ ખુશીથી રોમાંચિત થઈ ગઈ, કેસરિક વિલિયમ્સ માટે એવું જ લાગ્યું લે, હવે કઈંજ નથી બચ્યું. કોહલીએ પત્તુ ફાડવાના અંદાજમાં ક્રીઝ પર ખુશી વ્યક્ત કરી.

સત્ય તો એ છે કે, કોહલીએ પોતાનો બદલો વાળ્યો. 2017 માં કેસરિક વિલિયમ્સે કોહલીને આઉટ કરી કઈંક આ રીતે ખુશી વ્યક્તિ કરી હતો, જેને ભારતના કેપ્ટન હજી સુધી ભૂલ્યા નથી. આ ઘટના જમૈકામાં રમાઇ રહેલ ટી-20 દરમિયાન જોવા મળી હતી, ત્યારે વિલિયમ્સે કોહલીને 29 રનના સ્કોર પર આઉટ કરી દીધું અને પત્તુ ફાડવાના અંદાજમાં ખુશી વ્યક્ત કરી હતી.

2017 માં વિલિયમ્સએ આ રીતે વ્યક્ત કરી હતી ખુશી

મેચ બાદ કોહલીએ કહ્યું, “આવું ગઈ વખતે જમૈકામાં થયું હતું, જ્યારે તેણે મને આઉટ કર્યો હતો. એટલે મને લાગ્યું કે, હું પણ એવું જ કરું. અંતે ચહેરા પર સ્માઇલ હતી, તમે પણ એ જ જોવા ઇચ્છતા હતા.. આ પ્રતિસ્પર્ધી ક્રિકેટ છે. અંતે એક-બીજાનું સન્માન કરે છે.”

Read Also

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

બૅકલેસ સાટિન ગાઉનમાં પ્રિંયકાનો સામે આવ્યો સ્ટનિંગ લૂક, રેડ કાર્પેટ પર ફ્લોન્ટ કર્યુ કિલર ફિગર

Mansi Patel

ક્રિકેટર ડેવિડ વોર્નરે જરૂર છે એક બેટની, વિરાટ કોહલીએ જવાબ આપી કહ્યું….

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!