GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

સોરઠ એ કેસર કેરીનું હબ પણ આ વખતે વાતાવરણમાં આવેલા પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું, માત્ર 25 ટકા જ પાક થયો

કેરી

ગુજરાત રાજ્યનું સોરઠ એ કેસર કેરીનું હબ ગણાય છે. ઉપલેટા પંથકમાં પણ મોટા પ્રમાણમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વખતે માવઠાની અસરે કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે આંબાવાડીયા અને ઇજારો રાખનાર લોકોની હાલત દયનીય બની ગઇ છે.

વાતાવરણમાં આવેલા પલટાએ આંબાવાડીયાના માલિકોના નસીબને પલટી નાખ્યું છે

  • કેરીઓમાં આવેલા મોર સુકાઇ ગયા છે
  • તો ઘણી જગ્યાએ કેરીઓ ખરી ગઇ છે
  • અમુક કેરીઓ ઝાડ પર મુરઝાઇ ગઇ છે..
  • હાલત એવી છેકે જેટલો પાક થવો જોઇએ તેનો માત્ર 25 ટકા જ પાક થયો છે.
  • ઉપલેટા પંથકના મોજીરા ગામના
  • જ્યાં આ વર્ષે શરૂઆતથી જ પ્રતિકૂળ વાતાવરણે કેસર કેરીનો પાક બગાડ્યો છે.
  • આંબા ઉપર જે કેરીના મોર અને ફ્લાવરિંગ બેસે તેને જ મોટું નુકસાન થયું છે.
  • ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ તો કેરીના પાકમાં 90 % મોર કે ફ્લાવરિંગ ખરી ગયા છે.

મોજીરા ગામના એક ખેડૂત સાથે વાત કરી તો તેઓએ 215 પંદર વિઘામાં આંબાની કલમનું 22 વર્ષથી વાવેતર કરેલું છે.ખેડૂતના કહેવા પ્રમાણે એક મહિના પહેલા એક કરોડ થી પણ વધુમાં બગીચો વેચવા માટે માંગવામાં આવ્યો હતો પરતું વાતાવરણમાં ફેરફારનાં કારણે રોગ આવી જતા આ બાગ નાં 20 થી 25 લાખ આવેતો સારી વાત છે.

કેરી

કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. આ વર્ષે પલટાયેલા વાતાવરણના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.  કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફુકાતા પવનના તેમજ ગરમી ગ્લોબલ વોર્મિંગ નાં કારણે કેરીના ઉત્પાદન પર અસર થઈ છે આંબા પર જુલતી કેસર કેરી ખરી પડી છે.તેમજ વિવિધ પ્રકારના રોગો પણ આવ્યા જેથી આ વર્ષે કેરી આમ જનતાના દાત ખાટા કરે તો નવાઈ નહીં.

READ ALSO

Related posts

આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?

Nakulsinh Gohil

મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા

Nakulsinh Gohil

ગાંધીનગર / સીએમ ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં  11,820 કરોડના સૂચિત રોકાણના 20 MOU સાઈન થયા

Nakulsinh Gohil
GSTV