GSTV

ખજૂરાહો કાંડમાં બાપાએ ગુમાવવી પડી હતી ખુરશી : મોદીએ પણ છોડવું પડ્યું હતું ગુજરાત, શંકરસિંહને મળવા વાજપેયી આવ્યા હતા ગુજરાત

વર્ષ 1995માં થયેલા ઐતિહાસિક ખજૂરાહો કાંડના કારણે કેશુભાઇ પટેલનો મુખ્યમંત્રી તરીકેનો પ્રથમ કાર્યકાળ અકાળે સમાપ્ત થયો હતો. કેશુભાઇથી નારાજ શંકરસિંહ વાઘેલાએ 45 ધારાસભ્યોને ખજૂરાહો લઇ જઇ ભાજપની સરકાર તોડી પાડવાની તૈયાર કરતા ભાજપ હાઇકમાન્ડે શંકરસિંહ સાથેના સમાધાનના ભાગરૂપે કેશુભાઇને મુખ્યમંત્રી પદેથી હટાવાયા હતા.

શંકરસિંહ સાથેના સમાધાનના ભાગરૂપે કેશુભાઇને મુખ્યમંત્રી પદેથી હટાવાયા

માર્ચ-1995માં વિધાનસભા ચૂંટણી બાદ સપ્ટેમ્બરમાં કેશુબાપાએ બોર્ડ અને નિગમોમાં સ્વતંત્ર રીતે કરેલી નિમણૂકોના કારણે શંકરસિંહ વાઘેલા તેમનાથી નારાજ હતા, કારણ કે આ નિમણૂકોમાં કેશુભાઇ, નરેન્દ્ર મોદી અને આનંદીબહેન પટેલના નજીકના નેતાઓને નિમણૂક મળી હતી અને શંકરસિંહના નજીકના નેતાઓને ઇચ્છનીય પદો મળ્યા નહોતા. સપ્ટેમ્બરના અંતમાં રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવાની વાટાઘાટો માટે કેશુબાપા અમેરિકા ગયા હતા તે સમયે શઁકરસિંહે ભાજપમાં બળવો કર્યો અને 45 અસંતુષ્ટ ધારાસભ્યોને પોતાના વિશ્વાસમાં લીધા.

જો કે તેમને અસંતુષ્ટ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવાનું સલામત ન લાગતા શંકરસિંહે આ ધારાસભ્યોને તાત્કાલિક મધ્યપ્રદેશને ખજૂરાહો મોકલ્યા હતા. તત્કાલિન રાજ્યપાલ નરેશ ચંદ્રએ કેશુભાઇને બહુમતી સાબિત કરવાનું અલ્ટિમેટમ આપી દીધું હતું. તે સમયે અટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદી અને ઉમા ભારતી સહિતના ભાજપના જાણીતા નેતાઓ ભાજપની સરકારને બચાવવા મેદાનમાં ઉતર્યા હતા. ઉમા ભારતી તે સમયે ખજૂરાહોના સાંસદ હતા.

રાજ્યપાલ નરેશ ચંદ્રએ કેશુભાઇને બહુમતી સાબિત કરવાનું અલ્ટિમેટમ આપી દીધું

અસંતુષ્ટ ધારાસભ્યોને મળ્યા હતા અને વાજપેયી ગાંધીનગરમાં શંકરસિંહને મળ્યા હતા. જેમાં ત્રણ શરત પર શંકરસિંહ સમાધાન કર્યુ હતું. તેમના સમર્થક ધારાસભ્યોમાંથી છને મંત્રીપદ આપવામાં આવે, કેશુભાઇને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવે અને નરેન્દ્ર મોદીને ગુજરાના રાજકારણમાંથી હટાવી કેન્દ્રમાં મોકલવામાં આવે. ત્યારબાદ મોદીને હિમાચલ અને હરિયાણાનો પ્રભાર આપવામાં આવ્યો હતો. આમ આ ઘટના બાદ કેશુબાપાના સમર્થકો હજુરિયા કહેવાયા અને શંકરસિંહના સમર્થકો ખજુરિયા કહેવાયા.

READ ALSO

Related posts

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

અમદાવાદમાં માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનનો આંક 293 પર પહોંચ્યો, આજે નવા 18 વિસ્તારનો થયો ઉમેરો

Nilesh Jethva

ખાનગી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહેલા શિક્ષણમંત્રીએ શાળાઓ ખોલવાને લઈને આપ્યું મોટુ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!